fbpx
ગુજરાત

નવી દિલ્હી ખાતેદિલીપ સંઘાણી ની અધ્યક્ષતામાં વર્લ્ડ કો–ઓપરેટીવઈકોનોમી ફોરમની બોર્ડ મીટીંગ સંપન્ન


આપણો દેશ બુધ્ધનો દેશ છે યુધ્ધનો નહી – દિલીપ સંઘાણી વિશ્વમાં સહકારીતાનું પ્રસંનીય કામ કરનાર મહાનુભાવને ત્રિભોવનદાસ પટેલ એવોર્ડથી સન્માનીત કરવામાં આવશે નવી દિલ્હી ખાતે દિલીપ સંઘાણીની અધ્યક્ષતામાં વર્લ્ડ કો-ઓપરેટીવ ઈકોનોમી ફોરમની બોર્ડ મીટીંગ સંપન્ન થયેલ હતી. સંઘાણીએ જણાવેલ હતુ કે સહકારી માળખુ અનેક વિકાસશીલ યોજનાઓ સાથે કામ કરી રહેલ છે જેમા સહકારી તાલીમ, યોજનાઓનું અમલીકરણ, જન જાગૃતિ સેમીનાર વિગેરેને વૈશ્વિકસ્તરે મૂકવા અને તેની આપૂર્તિ માટે વર્તમાન અને ભાવિ આયોજનો અનેક દેશોના રાષ્ટ્રિય સ્તરે યોજાય રહયા છે. સંઘાણીએ વધુમાં જણાવેલ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી કહે છે કે આપણો ભારત દેશ બુધ્ધનો દેશ છે યુધ્ધનો નહી તેમજ સહકારીતાના માધ્યમથી વિશ્વ પુરૂત્થાન માટે અને વિશ્વ શાંતી માટે સહકારી તજજ્ઞો સાથે ચર્ચા કરી. વિશ્વમાં સહકારીતાનું પ્રસંસનીય કામ કરનાર સહકારી મહાનુભાવોનું ત્રિભોવનદાસ પટેલ એવોર્ડથી સન્માનીત કરવામાં આવશે તેવી ઘોષણા કરવામાં આવશે. આ બોર્ડ બેઠકમાં એમ.એસ.પી. કમીટીના વિનોદભાઈ આનંદ, સી.એન.આર.આઈ. ના અધ્યક્ષ જીતેન્દ્રભાઈ શર્મા, ઈંડો પેસેફીક ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ વિશ્વાસભાઈ ત્રિપાઠી, ધ પાયોનીયર ન્યુઝના અધ્યક્ષ પ્રશાંતભાઈ તિવારી, નિતી આયોગના ડો.નીલમબેન પટેલ, ડો.નીમીષાબેન ઝા, ડો.મલ્લિકાબેન કુમાર, આઈ.આર.એમ.એ. ના રાકેશભાઈ અરાવતીયા ઉપસ્થિત રહયા હતા તેમ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવાયુ છે.

Follow Me:

Related Posts