નવી પેઢી શિક્ષિત અનેઆવડતથી સભર બને તેવા લક્ષને જીવન મધ્યે રાખનાર શ્રી સંકેતભાઈ ઘસાઈને ઉજળાં થનાર તાલીમાર્થી
ભાવનગર વર્ષ ૧૯૯૪ થી ર૦૦૮ તેમ ૧૪ વર્ષ સુધી ક્રીડાંગણ અને સ્કાઉટ તાલીમમાં જોડાઈ સદ્દવિચારને જીવનમાં પચારવનાર શ્રી સંકેતભાઈ ભટ્ટે MCA નો અભ્યાસ કર્યો છે. તેમના પિતાશ્રી વિજયભાઈ માફક પોતે પણ મોટાભાઈ શોભિત સાથે શિશુવિહારના તાલીમાર્થી બની ગવર્નર સ્કાઉટ અને તે પછી પ્રેસિડન્ટ સ્કાઉટ સુધીની તાલીમ મેળવી. નવી પેઢી શિક્ષિત અને, આવડતથી સભર બને તેવા લક્ષને જીવન મધ્યે રાખનાર શ્રી સંકેતભાઈ ઘસાઈને ઉજળાં થનાર તાલીમાર્થી છે.શિશુવિહારની વેબસાઈટથી લઈ અનેકવિધ તક્નીક બાબતોમાં સતત માર્ગદર્શરૂપ બનતા અને Space-0 Technologies કંપનીમાં Senior iOS Developer તરીકે ઉચ્ચ હોદ્દા ઉપર સેવા આપતા શ્રી સંકેતભાઈનું ‘મહાશ્વેતાબહેન ત્રિપાઠી સન્માન સંસ્થા ક્રીડાંગણના તાલીમાર્થીઓ માટે પ્રેરણારૂપ બને છે.
Recent Comments