ગુજરાત

નવી સરકારને 200 દિવસ પૂર્ણ થવા નિમિતે જીતુ વાઘાણીએ જણાવી આ વાત

તાજેતરમાં જ વિધાનસભામાં ઢોર નિયંત્રણ બિલ લાવવામાં આવ્યું છે. આ બિલને લઈને અનેક પ્રકારના તર્ક વિતર્ક વિધાનસભામાં કરવામાં આવ્યા હતા. રાત્રે 1.5 વાગ્યા સુધી 7 કલાક આ બિલ પર ચર્ચા કરવામાં આવી હતી એ બાદ ગૃહમાં બહુમતીના જોરે આ બિલ પસાર કરવામાં આવ્યું છે. ત્યારે આ વાતને લઈને મુખ્યમંત્રીએ કહ્યું કે, કેટલાક લોકો રાજ્ય સરકાર માટે જાત જાતનો અપપ્રચાર કરવાનો પ્રયાસ કરે છે.   મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જાહેર કરવા બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું અભિવાદન કરવાનો કાર્યક્રમ અમદાવાદમાં જૈન સંઘો, ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા યોજાયો હતો. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે,    વિધાનસભામાં પશુ નિયંત્રણ કાયદો લાવવામાં કેટલાક તત્વો પશુધન સાથે સંકળાયેલા સમાજમાં રાજ્ય સરકાર માટે જાત જાતનો અપપ્રચાર કરવાનો પ્રયાસ કરે છે તે દુખદ છે, એમ તેમણે ઉમેર્યું હતું.   મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પ્રજા માટે શું સારું થઈ શકે તેનું સતત ચિંતન જ અમારો કર્મમંત્ર છે. રાજ્ય સરકાર આ દિશામાં પરિણામલક્ષી કામગીરી કરી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર છેવાડાના માનવીના કલ્યાણ માટે સતત કાર્યરત છે એમ તેમણે ઉમેર્યું હતું.     નવી સરકારને 200 દિવસ પૂર્ણ થવા નિમિતે જીતુ વાઘાણીએ જણાવી આ વાત શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી એ જણાવ્યું હતું કે, આજના દિવસે એક અનોખો સંયોગ સર્જાઈ રહ્યો છે. આજે હિંદુ નવા વર્ષની શરૂઆત, ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ અને આજે જીવદયા અભિવાદન સમારોહ આ ઈશ્વરનો સંયોગ જ હોય શકે.      જીતુભાઈ વાઘાણીએ મહાજનની વ્યાખ્યા આપતા કહ્યું હતું કે, સેવાના ભાવથી વિના સ્વાર્થે કામ કરે અને સમાજ એને સ્વીકારે એનું નામ મહાજન. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજના દિવસે ભુપેન્દ્રભાઈના નેતૃત્વના શાસનના આજે 200 દિવસ પૂરા થયાં છે.      આ 200 દિવસની અંદર રાજ્યની જનતાની સુખાકારી માટેના અનેક નિર્ણયો અને પ્રજાકલ્યાણકારી નીતિઓ ઘડી ભુપેન્દ્રભાઈ લોકપ્રિય બન્યાં છે. આ 200 દિવસમાં ભુપેન્દ્રભાઈએ 61000 કિમીનો પ્રવાસ કર્યો છે અને 300 થી વધુ બેઠકો કરી. 

Related Posts