fbpx
ગુજરાત

નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલાં જ ખાનગી સ્કૂલોએ ફિનો મુદ્દો ઉઠાવ્યોમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ૯ મુદ્દા સાથેનો પત્ર પાઠવવામાં આવ્યો

રાજકોટ સહિત રાજ્યભરમાં ખાનગી સ્કૂલોના ફીનો મુદ્દો ફરી ઉઠ્‌યો છે. ગુજરાત ર્સ્વનિભર શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખીને ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ ફીનું માળખું ફિક્સ કરવાની માંગ કરવામાં આવી છે. ર્સ્વનિભર શાળા સંચાલક મહામંડળનું કહેવું છે કે, જે સ્કૂલો ૧૦ હજાર કરતા વધુ ફી વધારો માંગે છે તેને જ હ્લઇઝ્ર સમક્ષ જવા માટેનો નિયમ બનાવવામાં આવે. જે સ્કૂલો ૫ થી ૭ ટકા ફી વધારો કરે છે તેમના માટે સરકાર જ નક્કી કરે. તો બીજી તરફ કોંગ્રેસે કહ્યું, સ્કૂલ સંચાલકોને ફિમાં ખટાવવા માટે જ સરકારે હ્લઇઝ્રનો કાયદો બનાવ્યો છે જેને કારણે વાલીઓનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે

જેથી હ્લઇઝ્ર જ રદ્દ કરવી જાેઈએ તેવી માંગ કરી છે. જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ તે પહેલાં જ ખાનગી સ્કૂલોએ ફિનો મુદ્દો ઉઠાવ્યો છે. ગુજરાતની ખાનગી સ્કૂલોમાં ફિક્સ ફી વધારો કરવાની માંગ સરકાર પાસે કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય ર્સ્વનિભર શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ૯ મુદ્દા સાથેનો પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં ખાનગી સ્કૂલોનું ફિનું માળખું ઉત્તર પ્રદેશ સરકાર જેવું કરવાની માંગ કરી છે. રાજકોટ ર્સ્વનિભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતાએ કહ્યું હતું કે, ગુજરાત ર્સ્વનિભર શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખી ફિક્સ ફી વધારો કરવાની માંગ કરી છે. વિકસિત રાષ્ટ્રમાં ફુગાવો વધે તે સ્વભાવિક વાત છે.

તેની સાથે ૫ થી ૭ ટકા ફી તથા ફુગાવો આપવાની માંગ કરી છે. હ્લઇઝ્ર કમિટી પાસે કામનું ભારણ વધુ રહે છે તેને કારણે ફિનું માળખું મોડું જાહેર થાય છે. મોડું જાહેર થવાને કારણે સ્કૂલો અને વાલીઓ વચ્ચે ઘર્ષણ થાય છે. જે સ્કૂલ ૧૦,૦૦૦ કરતા વધુ ફી વધારો માંગે છે તેવી સ્કૂલોને હ્લઇઝ્ર સમક્ષ જવા માટેનો નિયમ બનાવવામાં આવે. જ્યારે ૫ થી ૭ ટકા સુધીનો ફી વધારો માંગે છે તેવી સ્કૂલો માટે સરકાર જ ફિક્સ ફી નક્કી કરે તેવી માંગ કરી છે.

રાજ્યમાં અંદાજીત ૨૫૦૦ સ્કૂલો એવી છે કે, જેનું સરકારે નક્કી કરેલા ફીના માળખા કરતા વધુ ફી છે. હ્લઇઝ્ર મુદ્દે હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે અને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપુતે કહ્યું હતું કે, ૨૦૧૭માં ફી નિર્ધારણ કમિટીની સરકારે જાહેરાત કરી ત્યારે એવું લાગતું હતું કે, વાલીઓને નિયત કરેલી જ ફી ભરવાની રહેશે. જાેકે ત્યાર પછી હ્લઇઝ્ર દ્વારા દર વર્ષે ખાનગી સ્કૂલોને મોટા મોટા ફી વધારા કરવાની મંજૂરીઓ આપવામાં આવી. વાલીઓ વિરોધ કરવા જાય તો પણ હ્લઇઝ્ર દ્વારા નક્કી કરેલી ફી નો લેટર બતાવી દેવામાં આવે છે. જેને કારણે ૪ થી ૫ વર્ષ થી વાલીઓનો પણ આવાજ દબાવી દેવામાં આવ્યો છે.

એટલું જ નહીં ફી વધારો કરવા ખાનગી સ્કૂલો હ્લઇઝ્ર કમિટીને ૫-૫ લાખ રૂપિયા આપવા પડે છે તેવો ગંભીર આરોપ લગાવ્યો હતો. તો બીજી તરફ વાલી મંડળનું કહેવું છે કે, સરકાર કોઈ પણ ર્નિણય કરે તે પહેલાં વાલીઓ સાથે ચર્ચા કરવી જાેઈએ. હ્લઇઝ્ર બનાવવામાં આવી છતાં પણ ફિ વધારાનો મુદ્દો પૂર્ણ જ થતો નથી. ખાનગી સ્કૂલો દ્વારા ફી વધારો માંગવામાં આવે અને હ્લઇઝ્ર કમિટી ફી વધારો મંજુર પણ કરી આપે છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ખાનગી સ્કૂલોના ફી ને લઈને માળખું તૈયાર કરવામાં આવેલું છે. જેમાં દરવર્ષે ૭ ટકા ફિક્સ ફી વધારો અને ફુગાવાની જે ટકાવારી હોઈ તે મુજબ ફી વધારવાની મંજૂરી. જે સ્કૂલ ૭ટકા કરતા વધુ ફી વધારવા માંગતી હોઈ તો તેને હ્લઇઝ્ર સમક્ષ જવાનું રહેતું હોય છે. આ રીતે ગુજરાતમાં પણ તાત્કાલિક અસર થી ફીનું માળખું જાહેર કરવાની માંગ ઉઠી છે. જાેકે હવે સરકાર આ રજુઆતને લઈને શું ર્નિણય કરે છે તે પણ જાેવું રહ્યું.

Follow Me:

Related Posts