અમરેલી

નવોદય તથા બાલાછડી પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવતી વિદ્યાર્થીનીનું સન્માન કરતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

તાજેતરમાં જ ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય તથા બાલાછડી સૈનિક સ્કૂલમાં અભ્યાસમાં જવા માટે પરીક્ષા લેવામાં આવેલ હતી, જેમાં એન્જલ રાજેશભાઈ ઘોડાસરા નવોદય તથા બાલાછડી સૈનિક સ્કૂલની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવીને જવલંત સફળતા પ્રાપ્ત કરેલ હતી, જે બદલ એન્જલ ઘોડાસરાને અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી તથા ઉપપ્રમુખ વિપુલ પોકીયા તથા મહામંત્રી ચેતન વામજા દ્વારા શીલ્ડ આપીને સન્માનિત કરવામાં આવેલ હતી, આ તકે શાળાના સંચાલકો હરેશભાઈ દેસાઈ તથા ધર્મેશભાઈ દેસાઈ તથા શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Related Posts