રાષ્ટ્રીય

નવો કાયદો કોઇ પણ રીતે ખેડૂત વિરોધી નથીકૃષિ કાયદામાં એમએસપીની સુરક્ષા રહેશે જ અને ખેડૂતોને બીજા વિકલ્પ મળશેઃ સરકાર

કૃષિ કાયદા સામે ખેડૂતો દ્વારા થઈ રહેલા આંદોલનને એક સપ્તાહ થઈ ગયુ છે.ખેડૂતો દિલ્હી બોર્ડર પર જમાડવો કરીને બેઠા છે ત્યારે મોદી સરકારના મંત્રી રવિ શંકર પ્રસાદે નવા કાયદા અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે અને કહ્યુ છે કે, નવો કાયદો કોઈ પણ રીતે ખેડૂત વિરોધી નથી.
રવિ શંકર પ્રસાદે કહ્યુ હતુ કે, મોદી સરકારનો નવો કાયદો ઉલટાનુ ખેડૂતોને વધારે શક્તિ આપશે.આ બિલ હેઠળ એમએસપી એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝની સુરક્ષા તો ખેડૂતોને મળવાની છે પણ તેની સાથે સાથે બીજા વિકલ્પ પણ ખેડૂતોને મળશે.
પ્રસાદે કહ્યુ હતુ કે, આ કાયદો ખેડૂત વિરોધી છે તેવો અપ પ્રચાર થઈ રહ્યો છે.હકીકતમાં તો એમએસપીની સુરક્ષા તો ખેડૂત પાસે હશે જ પણ ખેડૂતો ફૂડ પ્રોડક્શન અને પ્રોસિસંગ કંપનીઓ સાથે આ કાયદાના કારણે ડાયરેક્ટ સોદો કરીને વધારે કમાણી કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, ખેડૂતો સાથે મોદી સરકાર ૩ ડિસેમ્બરે એટલે કે આવતીકાલે વાટાઘાટો કરવાની છે અને એ પહેલા આજે ખેડૂતોના સૂચનો પણ સરકારે મંગાવ્યા છે.બીજી તરફ ખેડૂતોના આંદોલનમાં મોટી સંખ્યામાં રોજે રોજ નવા ખેડૂતો પણ સામેલ થઈ રહ્યા છે.

Follow Me:

Related Posts