નવો વાઈરસ શરીરમાં માત્ર ૫ દિવસ જ ટકે છે : નિષ્ણાંતોના મતે
વિજ્ઞાનીઓને પણ દુનિયાભરના ટ્રેન્ડના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, ઓમિક્રોન શરીરમાં પાંચ દિવસથી વધુ ટકી શકતો નથી. એટલે જ અનેક દેશોએ ૧૪ દિવસના હોમ આઈસોલેશનનો સમય ઘટાડીને સાત દિવસ કર્યો છે. જાેકે, હોમ આઈસોલેશન બાદ દર્દીને છેલ્લા ત્રણ દિવસમાં તાવ આવ્યો નહીં હોય, તો પણ તેણે ફરજિયાત માસ્ક પહેરવું પડશે અને ત્યાર પછી રિ-ટેસ્ટિંગ કરવાની પણ જરૂર નહીં પડે. ઓમિક્રોન નબળો વાઈરસ છે. વૈશ્વિક અભ્યાસ મુજબ ઓમિક્રોનના દર્દીનો ચોથા કે પાંચમા દિવસે રિપોર્ટ નેગેટિવ આવી જાય છે. તે વિશ્વભરના લોકો માટે ચોક્કસ બુસ્ટર ડોઝ સાબિત થઈ શકે છે. આ કારણે જ ભારત સરકારે હોમ આઈસોલેશન પિરિયડ ઘટાડીને સાત દિવસ કર્યો છે. દુનિયામાં કોરોના આવ્યા પછી સમયાંતરે અનેક વૈજ્ઞાનિક અભ્યાસ કરાયા, જેના આધારે વિવિધ દેશોએ તેમની ગાઈડલાઈનમાં ફેરફાર કર્યા છે. સંશોધનો પ્રમાણે, ઓમિક્રોન વાઈરસનો ઈન્ફેક્ટિવિટી પિરિયડ પાંચ દિવસનો છે. તેથી સરકારે હોમ આઈસોલેશન પિરિયડ ઘટાડ્યો હોઈ શકે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના સરવે પ્રમાણે, સંક્રમિત વ્યક્તિ પાંચ દિવસ સુધી વાઈરસનો ફેલાવો કરી શકે છે. મોટાભાગે વાઈરસનો શરીરમાં પ્રવેશ થયા બાદ બે દિવસે ચિહ્નો દેખાય છે અને તેના ચાર દિવસ બાદ રિકવરી આવે છે. એટલે અમેરિકામાં પણ હોમ આઈસોલેશનનો પિરિયડ પાંચ દિવસનો જ છે. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં સંક્રમણના કારણે લોકોમાં હર્ડ ઈમ્યુનિટી આવી છે.
આ ઉપરાંત દેશની મોટા ભાગની વસતીએ રસીના બંને ડોઝ લઈ લીધા છે. આ હિસાબે પણ લોકોને બેવડી સુરક્ષા મળી ગઈ છે. ઓમિક્રોન વાઈરસની ઘાતકતા ઘણી ઓછી છે, જેથી સરકારે ગાઈડલાઈનમાં ફેરફાર કર્યો છે. ઓમિક્રોનના દર્દીમાં મોટાભાગે માઈલ્ડ અને એસિમ્પટમેટિક લક્ષણો જાેવા મળે છે. આ પ્રકારના લક્ષણોના કારણે શરીર પર વાઈરસનીખાસ કોઈ અસર થતી નથી. પરિણામે ૯૮ ટકા દર્દીઓ હોમ આઈસોલેશનમાં જ સાજા થઈ જાય છે. શરીરના ટી સેલ અને મેમરી સેલ જ નવા વાઈરસને શરીરમાં ટકવા દેતા નથી. કોરોનાની ત્રીજી લહેરમાં લોકોને ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટની ઓછી અસર થશે તેમ વિશ્વભરના વિજ્ઞાનીઓ માને છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને ડિસેમ્બરમાં હોમ આઈસોલેશનનો સમય ઘટાડીને પાંચ દિવસ કર્યો હતો. આ દરમિયાન ભારત સરકારે પણ ગાઈડલાઈનમાં ફેરફાર કરીને હોમ આઈસોલેશનનો સમય સાત દિવસનો કર્યો. કેન્દ્ર સરકારે કરેલા આ ફેરફારોની હકીકત જાણવા આ પાંચેય સિનિયર ડૉક્ટરોનો એક જ સૂર હતો કે, મ્યુટેટ થયેલા ઓમિક્રોન વાઈરસની મહત્તમ અસર પાંચ દિવસ રહે છે. ત્યાર પછી તેની અસરકારકતા ઘટી જાય છે. આ કારણે તકેદારીના ભાગરૂપે હોમ આઈસોલેશનની મર્યાદા સાત દિવસ કરાઈ છે. આ ઉપરાંત ભારતમાં મહત્તમ લોકોએ બંને ડોઝ લઈ લીધા છે અને અત્યાર સુધી ખૂબ મોટી સંખ્યામાં લોકોને કોરોના સંક્રમણ થઈ ચૂક્યું છે, જેથી હર્ડ ઈમ્યુનિટી પણ ડેવલપ થઈ ચૂકી છે. તેથી ત્રીજી લહેરમાં હોસ્પિટલાઈઝેશન અને ઓક્સિજનની પણ ખૂબ ઓછી પડશે.
Recent Comments