fbpx
રાષ્ટ્રીય

નવ જેટલા થયા મોટા ફેરફારો તમારા ખિસ્સામાં કઈક હલચલ મચાવી શકે!…

આજથી દેશમાં અનેક મોટા ફેરફાર થઈ ગયા છે. તેની સીધી અસર હવે તમારા ખિસ્સા પર પડશે. આ ફેરફારો અંતર્ગત હવે ગાડીઓના ભાવમાં વધારો, દિલ્હીમાં વીજળી સબસિડીના બદલાયેલા નિયમ, તમારા ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સંલગ્ન નિયમો, મ્યુચ્યુઅલ ફંડના નિયમ, અટલ પેન્શન યોજના સહિત અનેક ફેરફાર સામેલ છે. જાણો ૯ મહત્વના ફેરફાર વિશે. જે તમારા જાણવા જરૂરી છે. સૌપ્રથમ નંબરે આવે છે દિલ્હીમાં ફ્રી વીજળી બંધ. દિલ્હીમાં ફ્રી વીજળીની સુવિધાનો લાભ ઉઠાવવાના નિયમમાં ફેરફાર થયો છે. વીજળી બિલ પર દિલ્હી સરકાર તરફથી મળનારી સબસિડી ૩૧ સપ્ટેમ્બર બાદ બંધ કરી દેવાઈ છે. હવે સબસિડી માટે અરજી કરનારા ગ્રાહકોને જ તે યોજનાનો લાભ મળશે. મુખ્યમંત્રી અરવિંદ  કેજરીવાલે થોડા દિવસ પહેલા આ નવા નિયમ અંગે જાણકારી આપી હતી. ત્યારબાદ દ્વિતીય નંબરે આવે છે ય્ઇછઁ અને દિલ્હી સરકારનો વિન્ટર એક્શન પ્લાન વિષે. તો એમાં હાલના અનુમાન પ્રમાણે હવે શિયાળો ઋતુ નજીક છે. આવામાં આ દરમિયાન દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ ખુબ જાેખમી સ્થિતિમાં પહોંચી જાય છે.

આવામાં જાે લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાના હેતુસર અને એર પોલ્યુશન વિરુદ્ધ જંગ હેઠળ દિલ્હી અને આસપાસ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (ય્ઇછઁ) લાગૂ થશે. આ પ્લાન હેઠળ તે તમામ કામ પર રોક લાગશે જે પ્રદૂષણ વધારે છે. આવામાં દિલ્હીમાં ટ્રકોની એન્ટ્રી બંધ થશે. માત્ર જરૂરી સામાનની હેરફેર કરનારા ટ્રક જ અવરજવર કરી શકશે. ઈન્ડસ્ટ્રી અને ફેક્ટ્રી બંધ થઈ જશે. કંસ્ટ્રક્શન-ડિમોલિશન ઉપર રોક લાગૂ રહેશે. જાે કે હાઈવે, રસ્તા, ફ્લાઈઓવર, અને બ્રિજ બનાવવાનું કામ ચાલુ રહેશે. ધુમાડો ફેલાવનારા જનરેટરોથી લઈને તમારા વાહનો પર તેની અસર પડશે. અને ત્યારબાદ જાે ત્રીજા નંબરે આવે છે જાે વાત કરીએ તો ડેબિટ-ક્રેડિટ કાર્ડ સંલગ્ન નિયમ બદલાયો. આજથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સંલગ્ન નિયમ બદલાયો છે. ઇમ્ૈં નું કહેવું છે કે એક ઓક્ટોબરથી ટોક્નાઈઝેશન સિસ્ટમમાં ફેરફાર બાદ કાર્ડ ધારકોને પેમેન્ટ કરવામાં નવો અનુભવ મળશે. અત્રે જણાવવાનું કે અગાઉ તમે  અત્યાર સુધી જ્યારે ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરતા હતા ત્યારે તમારા કાર્ડની જાણકારી સંબંધિત વેબસાઈટમાં સેવ થતી હતી. આવામાં ઓનલાઈન ફ્રોડના કેસ રોકવા માટે કેન્દ્ર સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. આજથી પેમેન્ટ કરવા પર  ટ્રાન્ઝેક્શન દરમિયાન એક ટોકન જનરેટ થશે અને તેનાથી પેમેન્ટ થઈ શકશે. તેનાથી અગાઉની સરખામણીમાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ટ્રાન્ઝેક્શન કરવું વધુ સુરક્ષિત થશે.

ત્યારબાદ ચોથા નંબરે આવે છે મ્યુચ્યુઅલ ફંડના નિયમોમાં થયા ફેરફાર. આજથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓ માટે નોમિનેશન ડિટેલ આપવી જરૂરી બની છે. આમ ન કરનારા રોકાણકારોએ એક ડેક્લેરેશન ભરવું પડશે. ડેક્લેરેશનમાં નોમિનેશનની સુવિધા નહીં લેવાની જાહેરાત કરવી પડશે. જાે તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા હોવ તો તેનું જરૂર ધ્યાન રાખો. ત્યારબાદ પાંચમો નંબરે આવે છે અટલ પેન્શન યોજનામાં ફેરફાર વિષે. સરકારે અટલ પેન્શન યોજનાના નિયમોમાં ફેરફાર કર્યો છે. ટેક્સપેયર્સ હવે તેનો ફાયદો ઉઠાવી શકશે નહીં. એટલે કે જાે તમે આવકવેરાના દાયરામાં આવતા હોવ તો આ યોજનાનો ફાયદો ઉઠાવી શકશો નહીં. હાલમાં જ કેન્દ્ર સરકારે કહ્યું હતું કે એક ઓક્ટોબર ૨૦૨૨ બાદ કોઈ પણ ટેક્સપેયર અટલ પેન્શન યોજનામાં સામેલ થવાને પાત્ર રહેશે નહીં. આવામાં જાે કોઈ સબ્સ્ક્રાઈબર આ તારીખ કે તે પહેલા ટેક્સપેયર જણાશે તો તેનું અટલ પેન્શન યોજનાનું ખાતું બંધ કરી દેવાશે અને તે દિવસ સુધી જમા તેની પેન્શનની રકમ પાછી આપી દેવાશે. છઠા નંબરે આવે છે ડિમેટ ખાતાના નિયમમાં ફેરફાર વિષે. તમારું ડિમેટ ખાતું પહેલા કરતા વધુ સુરક્ષિત બન્યું છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જ (દ્ગજીઈ) ના ર્નિણય મુજબ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ડિમેટ એકાઉન્ટમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન અનેબલ કરવું જરૂરી હતી. તેના વગર આજથી ડિમેટ એકાઉન્ટ યૂઝર્સ લોગઈન કરી શકશે નહીં. એટલે કે ખાતામાં લોગઈન કરવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને પછી પાસવર્ડ નાખવો જરૂરી રહેશે. સાતમાં નંબરે આવે છે ૫જી સેવા લોન્ચ વિષે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારતમાં જેની કાગડોળે રાહ જાેવાઈ રહી છે તે ૫જી સેવાઓની શરૂઆત કરશે. એક સરકારી નિવેદન મુજબ પ્રધાનમંત્રી કેટલાક ગણતરીના શહેરોમાં આજથી ૫જી સેવાઓની શરૂઆત કરાવશે. ત્યારબાદ આગામી કેટલાક વર્ષોમાં સમગ્ર દેશમાં ૫જી સેવાનો વિસ્તાર કરવામાં આવશે. ત્યારબાદ આઠમાં નંબરે આવે છે ફોક્સવેગન કાર મોંઘી બનશે.

જેમાં ઓટો કંપની ફોક્સવેગનની કારો આજથી એટલે કે એક ઓક્ટોબરથી મોંઘી થઈ છે. ભાવમાં ફેરફાર તમને કંપનીના કોટેશનમાં જાેવા મળશે. કંપનીના વરિષ્ઠ અધિકારીએ હાલમાં જ જણાવ્યું હતું કે તેણે પોતાની તમામ ગાડીઓના ભાવમાં એક ઓક્ટોબરથી ૨ ટકાનો વધારો કરવાનો ર્નિણય લીધો છે. અને નાવમાં નંબરે આવે છે સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સ પર વ્યાજ.  સરકાર તરફથી નાની બચત યોજનાઓ પર વ્યાજની દર ત્રણ મહિનામાં સમીક્ષા કરવામાં આવે છે. આ સમીક્ષા દરમિયાન વ્યાજ દર વધારવા, ઘટાડવા કે સ્થિર રાખવા પર ર્નિણય લેવાય છે.

નાણા મંત્રાલય તરફથી આ વ્યાજ દરો નિર્ધારિત કરાય છે. હાલમાં સમીક્ષા ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૨ ત્રિમાસિક માટે થવાની છે. આ બચત યોજનાઓમાં પબ્લિક પ્રોવિડન્ડ ફંડ (ઁઁહ્લ), સુકન્યા સમૃદ્ધિ યોજના, સિનિયર સિટિઝન્સ સેવિંગ્સ સ્કીમ (જીઝ્રજીજી), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્‌સ (દ્ગજીઝ્ર) સામેલ છે. સરકારી બોન્ડ યીલ્ડમાં તેજી આવી રહી છે એથી માનવામાં આવી રહ્યું છે કે નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં વધારો થઈ શકે છે.

Follow Me:

Related Posts