અમરેલી

નવ તાલુકા પંચાયત સીટોનો પ્રવાસ ખેડતા સાંસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય હિરાભાઈ સોલંકી

ગત તા. ૦૯ જાન્યુઆરી ર૦ર૩ થી પ્રારંભ કરવામાં આવેલ રાજુલા–જાફરાબાદ–ખાંભા વિધાનસભા સીટના પ્રવાસ અંતર્ગત આજ તા. ૧૦ ના રોજ એટલે કે પ્રવાસના બીજા દિવસે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને રાજુલા વિધાનસભાના ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકીએ વિધાનસભા હેઠળ આવતી હેમાળ, લોર, મોટા માણસા, ટીંબી–૧, ટીંબી–ર, વડલી, ચિત્રાસર, રોહિસા અને શિયાળબેટ તાલુકા પંચાયત સીટનો અધિકારીઓ સાથે પ્રવાસ ખેડયો હતો.

પ્રવાસ દરમ્યાન સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીએ (૧) હેમાળ તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા હેમાળ, છેલણા અને દુધાળા, (ર) લોર તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા લોર, ફાચરીયા, નવી જીકાદ્રી, જુની જીકાદ્રી અને પીછડી (૩) મોટા માણસા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા પાટી માણસા, મોટા માણસા અને એભલવડ (૪) ટીંબી–૧ અને ટીંબી–ર તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ટીંબી અને ભાડા (પ) વડલી તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા વડલી, કેરાળા, ધારાબંદર અને મોટા સાકરીયા (૬) ચિત્રાસર તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા ચિત્રાસર અને બલાણા (૭) રોહિસા તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા રોહિસા તેમજ (૮) શિયાળબેટ તાલુકા પંચાયત સીટ હેઠળ આવતા શિયાળબેટ અને ભાકોદર ગામના સ્થાનિકો તેમજ લોકોના વિવિધ પ્રશ્નો સાંભળેલ હતા અને સ્થળ પર જ મોટા ભાગના પ્રશ્નોનું નિરાકરણ લાવેલ હતું તેમજ જટીલ પ્રશ્નોના નિરાકરણ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સુચના આપેલ હતી.

આ પ્રવાસ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમ, જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા, જીલ્લા પંચાયત ચેરમેન પ્રતિનિધી શ્રી દેવજીભાઈ પડસાળા, જીલ્લા પંચાયત સભ્ય શ્રી કરશનભાઈ ભીલ, જીલ્લા ભાજપના પુર્વ મહામંત્રી શ્રી રવુભાઈ ખુમાણ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધી શ્રી નાજભાઈ બાંભણીયા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દિનેશભાઈ ત્રિવેદી, જીલ્લા યુવા ભાજપ પ્રમુખ શ્રી ચેતનભાઈ શીયાળ, તાલુકા યુવા ભાજપ પ્રમુખ શ્રી કુલદીપભાઈ વરૂ, જી૬ત્સિલા પંચાયત પુર્વ સભ્ય શ્રી જાદવભાઈ સોલંકી, તાલુકા પંચાયત સદસ્યો શ્રી મધુભાઈ મકવાણા, શ્રી સામતભાઈ પરમાર, શ્રી જીતુભાઈ મકવાણા, શ્રી શિવાભાઈ શિયાળ તથા સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ, સરપંચશ્રીઓ અને તમામ વિભાગના અધિકારીઓ જોડાયેલ હતા.

Related Posts