એરપોર્ટમાં દિનેશ જેઠવા નામનો (૩૦ વર્ષીય) રીક્ષાચાલક પોતાની રીક્ષા લઈને એરપોર્ટના પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી ગયો હતો. જે મામલે ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે પીએસઆઈ પીકે ક્રિશ્ચન દ્વારા આઇપીસીની કલમ ૩૦૮, ૨૭૯, મોટર વ્હીકલ એક્ટ ૧૮૫ તેમજ એરક્રાફ્ટ ૧૯૩૭ ની કલમ ૯૨(છ) મુજબ ફરીયાદ દાખલ કરાવવામાં આવી છે. તેમજ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શું છે ઘટના?.. તે જાણો… રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એરપોર્ટ ખાતે દિનેશ જેઠવા નામનો વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં વીઆઈપી ગેટ તોડીને એરપોર્ટની અંદર આવેલા એપ્રોન પાર્કિંગ સુધી રીક્ષા લઈ ઘૂસી ગયો હતો.
આ સમગ્ર મામલાની જાણ સીઆઈએસએસફના અધિકારીઓને થતાં તાત્કાલિક અસરથી સીઆઇએસએફના જવાનો દ્વારા રીક્ષાચાલક રનવે સુધી પહોંચે તે પૂર્વે ઝડપી પાડવામાં આવ્યો હતો. શું કહે છે રાજકોટ એરપોર્ટના ડિરેક્ટર?.. તે જાણો… આ સમગ્ર મામલે રાજકોટ એરપોર્ટના ડિરેક્ટર દિગંત બહોરાએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, બપોરે રાજકોટ-બેંગ્લોરની ફ્લાઈટ ૦૩ઃ૦૫ કલાકે રાજકોટ એરપોર્ટ ખાતેથી ટેક ઓફ થવાની હતી. ત્યારે ફ્લાઈટ પાર્કિંગ એરિયામાં ઉભી હતી. તે સમયે એક રીક્ષાચાલક ગેરકાયદેસર રીતે એરપોર્ટ વિસ્તારમાં પ્રવેશ મેળવીને દૃૈॅ ગેટ તોડીને એપ્રોન પાર્કિંગ સુધી પહોંચ્યો હતો. આ સમગ્ર મામલાની જાણ સીઆઇએસએફના જવાનોને થતા તાત્કાલિક અસરથી તેને ઝડપી પાડી ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી.
સીઆઇએસએફના અધિકારીઓ વધુ પ્રમાણમાં સાવધાન હોત તેમજ વીઆઈપી ગેટ વધુ મજબૂત હોત તો રીક્ષાચાલકની ટક્કર લાગવાથી વીઆઇપી ગેટ તૂટી પડ્યો ન હોત. પરંતુ તાત્કાલિક અસરથી ગેટ વધુ મજબૂત બનાવી નવો લગાડવામાં આવશે. તેમજ આગામી સમયથી સીઆઇએસએફના અધિકારીઓ તેમજ જવાનો વધુ એલર્ટ રહેશે તે પ્રકારની સૂચના પણ આપવામાં આવશે. રીક્ષાચાલક જ્યારે એરપોર્ટની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે તે બોમ્બ-બોમ્બ પ્રકારના શબ્દો બોલી રહ્યો હતો.
જ્યારે આ પ્રકારની ઘટના બને ત્યારે કેટલીક પ્રોસિજર એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફોલો કરવાની હોય છે. જે પ્રોસિજરમાં બેથી ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. જેના કારણે રાજકોટ-બેંગલોરની ફ્લાઈટ તેના નિયત સમય કરતાં બેથી ત્રણ કલાક મોડી રાજકોટ એરપોર્ટ ખાતેથી ટેક ઓફ થઈ હતી. શું કહે છે ઝ્રૈંજીહ્લના છડ્ઢડ્ઢય્?.. તે જાણો… બીજી તરફ, સમગ્ર મામલાની જાણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને થતા તાત્કાલિક અસરથી ર્જીંય્ના માણસો તેમજ બીડીડીએસની ટીમ અને ડોગ સ્કવોડની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈ ઝ્રૈંજીહ્લના છડ્ઢડ્ઢય્ જી.એસ. મલિક દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
Recent Comments