fbpx
બોલિવૂડ

નસીરુદ્દીન શાહે ભારતમાં આવેલા મુસલમાનો અને ઈતિહાસ પર ટિપ્પણી કરી

નસીરુદ્દીન શાહ મોટા ભાગે સિનેમા પર, રાજકારણ પર અને ઈતિહાસ પર પોતાના બિંદાસ્ત મત રજૂ કરતા હોય છે. તેઓ ટૂંક સમયમાં જ વેબ સીરીઝ ‘તાજઃ ડિવાઈડેટ બાઈ બ્લડ’ (્‌ટ્ઠદ્ઘઃ ડ્ઢૈદૃૈઙ્ઘીઙ્ઘ હ્વઅ મ્ર્ઙ્ર્મઙ્ઘ) માં અકબરના પાત્રમાં દેખાશે. ત્યારે આવા સમયે તેમણે પોતાના પાત્રને લઈને વાત કરતા તેમણે ભારતમાં આવેલા મુસલમાનો અને ઈતિહાસ પર ટિપ્પણી કરી હતી.

નસીરુદ્દીન શાહે કહ્યું કે, રાજકારણના કારણે અકબરને પણ આજે હત્યારા તરીકે જાેવામાં આવે છે, જે તેમની સાથે અન્યાય છે. તેમણે કહ્યું કે, નવી પેઢીને આ વાત ખબર હોવી જાેઈએ કે, મુસલમાન ભારતમાં લૂંટફાટ કરવા નહોતા આવ્યા. ઝી૫ની આ નવી સીરીઝ મુગલ સમ્રાટોની આજૂબાજૂમાં ગુંથાયેલી છે. આ અગાઉ પણ અમુક વેબ સીરીઝ એવી આવી છે, જેના પર કેમના કંટેંટ અને તેમા ઈતિહાસ સાથે છેડછાડને લઈને વિવાદ ઊભા થયા છે. ત્યારે આવા સમયે જ્યારે તાજ જેવી વેબ સીરીઝની શું જરુર છે, આવો સવાલ જ્યારે નસીરુદ્દીન શાહને પુછવામાં આવ્યો તો, કહ્યું કે, આજે રાજનીતિના કારણે અકબર જેવા પ્રગતિશીલ, પ્રબુદ્ધ શાસકની તુલના હત્યારા નાદિર શાહ અને ગજનીના મહમૂદ સાથે થાય છે, જે અન્યાય છે.

નસીરુદ્દીન શાહે આગળ કહ્યું કે, આજના યુવાન પેઢી માટે એ જાણવું ખૂબ જરુરી છે કે, તમામ મુસલમાનો અહીં લુંટફાટ કરવા નહોતા આવ્યા, પણ ભારતને પોતાનું ઘર બનાવવા માટે આવ્યા હતા. બની શકે કે, અતીતમાં આપણી પોતાની ઐતિહાસિક ઘટનાઓની કિંમત તેમનું મહિમામંડન કરવામાં આવ્યું હોય, પણ તેનાથી દેશને બનાવામાં તેમના યોગદાનને જરાં પણ ઓછુ આંકી શકાય નહીં. જે રાષ્ટ્ર તરીકે આજે આપણે છીએ. જાે આપણે તેમનું મહિમામંડન ન કરવું હોય તો, ગાળો આપવાની પણ શું જરુર છે? ઉદાહરણ તરીકે ટીપૂ સુલ્તાન.

Follow Me:

Related Posts