નહેરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા અમરેલી ખાતે રોજગારલક્ષી માર્ગદર્શન સેમિનાર યોજાયો
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર, અમરેલી કચેરી દ્વારા રોજગારલક્ષી માર્ગદર્શન સેમિનાર કે.કે.પારેખ કોમર્સ કોલેજના સહયોગથી કોલેજ હોલમાં નહેરુ યુવા કેન્દ્ર અમરેલીના DYO શ્રી શિખર રસ્તોગી માર્ગદર્શનથી યોજવામાં આવ્યો હતો. NSSના જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રી પ્રો.જે.એમ.તળાવીયાએ યુવાઓને ઉચ્ચ અભ્યાસ બાદ અનેકવિધ અભ્યાસક્રમ અને ક્ષેત્ર વિશે જણાવી કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન આપ્યું હતુ.
પૂર્વ પ્રિન્સીપાલ ડો.એમ.એમ. પટેલે હરિફાઈ યુગમાં યુવાઓને પોતાના વ્યવસાય ઉદ્યોગ સ્થાપી અન્ય યુવાઓને રોજગારી આપવા માટેના ક્ષેત્ર ખોલી આપવા પ્રેરણા પૂરી પાડી હતી. જિલ્લા રોજગાર અધિકારીશ્રી મહેન્દ્ર પ્રજાપતિ દ્વારા રાજય સરકારની રોજગાર નિર્માણલક્ષી યોજનાઓ અંગે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. જિલ્લા ઉધોગ કેન્દ્ર અમરેલીના શ્રીનીતિનભાઈ હડિયાએ, ધંધા-રોજગાર માટે લોન સબસીડી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમની શરુઆતમાં યુવાઓના આદર્શ સ્વામી વિવેકાનંદજીને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા.
પ્રો.એમ.એમ.પટેલ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની રુપરેખા અને નહેરુ યુવા કેન્દ્ર અંગે માહિતી પ્રવીણ જેઠવા દ્વારા આપવામાં આવી હતી. આભારવિધિ પ્રો.ઠાકર દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રો.કલ્યાણીબેન રાવળ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે NYV શ્રી શિવમ ગોસાઈ અને આશિષ જાદવ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
Recent Comments