fbpx
અમરેલી

નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વિશ્વ યોગ દિવસની કરાઈ

ભારત સરકાર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર અમરેલી કચેરી દ્વારા તા-21જૂન 07મો વિશ્વયોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાસ્તરીય વર્ચ્ચુયલ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. જેમાં મુખ્ય અતિથિ વિશેષપદે શ્રી મનીષાબેન શાહ સ્ટેટ ડાઇરેક્ટર, નહેરુ યુવા કેન્દ્ર સંગઠન ગાંધીનગર ઓનલાઇન હાજર રહેલ.

આ પળે તેમણે જણાવેલ કે યોગને જીવનમંત્ર બનાવી બધા જ NYV વોલંટિયર સામાજિક તથા યુવા પ્રવૃતિઓમાં પોતાનું અમુલ્ય યોગદાન આપે તેમજ “યોગ ભગાવે રોગ” નિયમિત યોગ દ્વારા સાર્થક થાય છે. 

એકાંકી અગ્રવાલ જીલ્લા યુવા અધિકારીએ આ વેબીનારનું સંચાલન કરતા જણાવેલ કે યોગ મનની શાંતિ આપે છે તથા શરીરમાં નવી ઉર્જાનો સંચાર કરે છે. આ વેબીનાર માં જયદીપ ચૌહાણ,યોગ ગુરુ (રાભડા) એ યોગનું પ્રશિક્ષણ આપેલ. આ પળે યોગદિવસની યાદીમાં વૃક્ષારોપણ ખાસ આયોજન કરવામાં આવેલ.

વિશ્વયોગ દિવસ નિમિતે કચેરી તરફથી તા-21 જૂન સવારે 8:00 કલાકે ભરાડ સ્કૂલ ખાતે યોગનું આયોજન કરવામાં આવેલ જેમાં યોગ વિશે દિલિપસિંહ ઠાકોર તથા ભાવનાબેન ઉનડકર યોગગુરુઓ દ્વારા કોવિડ-19 સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાં મર્યાદિત યુવાઓને યોગાસન કરાવવામાં આવેલ તેમજ યોગગુરુઓ દ્વારા, યોગ વિષે માહિતી આપવામાં આવેલ. યોગદિવસની ઉજવણી પંકજભાઈ મહેતા, સમાજ સેવકની ખાસ ઉપસ્થિત રહી યુવાઓને પ્રોત્સાહન આપેલ કાર્યક્રમનું સંચાલન શીલું કિશન દ્વારા કરવામાં આવેલ

Follow Me:

Related Posts