દેશના વડાપ્રધાનશ્ની નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઊજવણી થઈ રહી છે. જેના સંદર્ભમાં, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય અને તેની સ્વાયત્ત સંસ્થા નહેરુ યુવા કેન્દ્ર સંગઠન (NYKS) ૦૧ એપ્રિલ થી ૩૧ મે, ૨૦૨૩ સુધી દેશના તમામ જિલ્લાઓમાં સમુદાય આધારિત સંસ્થાઓ (CBOs) દ્વારા “YUVA SAMVAD- India @૨૦૪૭” કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં રસ ધરાવતી સમુદાય આધારિત સંસ્થાઓની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ ન હોવી જોઈએ અને કોઈ ગુનાહિત ઈતિહાસ પણ ન હોવો જોઈએ. સમગ્ર અમરેલી જિલ્લામાં આ પ્રકારના ૦૩ કાર્યક્રમોનું આયોજન કરવા માટે કુલ ૦૩ સમુદાય આધારિત સંસ્થાની પસંદગી કરવામાં આવશે. રસ ધરાવનાર સમુદાય આધારિત સંસ્થા નહેરુ યુવા કેન્દ્ર અમરેલી ઓફિસમાંથી અરજી ફોર્મ મેળવી શકે છે અથવા ઓફિસ ફોન નંબર ૦૨૭૯૨-૨૨૮૫૯૯ પર સંપર્ક કરવા નહેરૂ યુવા કેન્દ્રની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા અમરેલી જિલ્લામાં “YUVA SAMVAD- India @૨૦૪૭” કાર્યક્રમ યોજાશે

Recent Comments