ગુજરાત

નાંદોદ તાલુકાના કુવરપરા ગામ પાસે કારમાં આગ લાગતાં ૪ લાખનું થયું નુકશાન

નર્મદા જિલ્લા નાંદોદ તાલુકાના કુવરપરા ગામ પાસે કારમાં આગ લાગતાં અંદાજે ૪ લાખનું નુકશાન થતાં પોલીસે નોંધી લીધી હતી. સુરત જિલ્લાના વતની અરવિંદભાઈ મનસુખભાઈએ રાજપીપળા પોલીસમાં જાણ કર્યા મુજબ તેઓ તથા તેમના પત્ની તથા દીકરી ઘરેથી કેવડીયા ખાતે સાસરીમાં જવા માટે મિત્રની સ્કોડા રેપીડ ગાડી લઈને ધરેથી નિકળેલા અને અક્લેશ્વર થઈ રાજપીપળા નજીક કુવરપરા ગામના પેટ્રોલપંપ નજીક રોડ પર ગાડીમાં અચાનક વાઈરીંગના સળગવાની વાસ આવતા અમે ગાડી ઉભી રાખી દીધેલી અને ગાડીના બોનેટમાંથી ધુમાડો નિકળતા લાગી હતી. જેથી અમે જલ્દીથી ચાવી બંધ કરી નિચે ઉતરી ગયા હતા. ઘટનામાં જાેત જાેતામાં ગાડીમાં આગ લાગી ગયેલી, જેથી બાજુમાં આવેલા પેટ્રોલપંપ વાળા માણસોએ ફાયર બ્રીગેડને ફોનથી જાણ કરી અને પોલીસને પણ જાણ કરી હતી. ત્યારબાદ થોડીવારમાં ફાયર બ્રીગેડ તથા પોલીસ આવી પહોંચી હતી. તે દરમિયાન મારી ગાડી સંપુર્ણ સળગી ગયેલી હતી અને ફાયર બ્રીગેડ વાળાએ ગાડીને ઓલવાની કાર્યવાહી હાથ ધરી હતી. કાર સળગી જવાથી સ્થળ ઉપર જ પડેલી છે. આ બાબતે રાજપીપળા પોલીસે નોંધ લઈ તપાસ હાથ ધરી છે.

Related Posts