નાઈજીરિયામાં મંગળવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક લગ્ન સમારંભમાંથી પરત ફરી રહેલા લગભગ ૧૦૦ લોકોના મોત બોટ પલટી જવાથી થયા હતા. તે જ સમયે, ઘણા હજુ પણ લાપતા છે, જેમની શોધ ચાલુ છે. મીડિયા રિપોર્ટમાંથી મળેલી માહિતી મુજબ પોલીસ પ્રવક્તા ઓકાસનમીએ જણાવ્યું કે નાઈજર નદીમાં બોટ પલટી ગઈ હતી. મીડિયા રિપોર્ટથી પ્રાપ્ત માહિતી અનુસાર, સ્થાનિક રહેવાસી ઉસ્માન ઈબ્રાહિમે જણાવ્યું કે બોટમાં સવાર લોકો નાઈજરના એગબોટી ગામમાંથી લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો અને બોટ પલટી ગઈ હતી. ઉસ્માને જણાવ્યું કે આ બોટમાં ૧૦૦થી વધુ લોકો સવાર હતા. તેણે કહ્યું કે આ દુર્ઘટના ઘણા કલાકો પછી ખબર પડી. ઘટનાની માહિતી મળતા જ અધિકારીઓ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને લોકોને બચાવવાનું શરૂ કર્યું હતું. આમાં લગભગ ૧૦૦ લોકોના મોત થયા છે. તે જ સમયે, નદીમાં હજુ પણ અન્ય લોકોની શોધ ચાલી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, નાઈજીરિયામાં ઘણા દૂરના સમુદાયોમાં બોટ અકસ્માતો સામાન્ય છે. સામાન્ય રીતે અહીં પરિવહન માટે માત્ર સ્થાનિક બોટનો ઉપયોગ કરવામાં આવે છે.
નાઈજરમાં નદીમાં બોટ પલટી, ૧૦૦ ના મોત

Recent Comments