નાઈજીરિયામાં સૈનિકોના કાફલા પર હુમલો કરનાર આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી, સુરક્ષા દળોએ ૫૦ આતંકવાદીઓને ઠાર કર્યા
નાઈજીરિયાના બોર્નો રાજ્યમાં બોકો હરામના ૨૦૦થી વધુ આતંકવાદીઓ નાઈજીરિયન સૈનિકોના સુરક્ષા કાફલા પર હુમલો કરી રહ્યા હતા. તક મળતાં જ તેણે અધિકારીઓ પર હુમલો કર્યો. આ દરમિયાન બોકો હરામના ૫૦ જેટલા આતંકીઓ પણ માર્યા ગયા હતા. લગભગ ૨૦૦ બોકો હરામ આતંકવાદીઓ પેટ્રોલિંગ કરી રહેલા સુરક્ષા દળો પર હુમલો કરી રહ્યા હતા. નાઈજીરીયાની પાવર ગ્રીડ સંસ્થાઓની સુરક્ષા માટે તૈનાત ૭ અધિકારીઓ પણ ગુમ છે. નાઈજીરીયાની સુરક્ષા એજન્સીના પ્રવક્તા બાબાવાલે અફોલાબીએ જણાવ્યું હતું કે નાઈજીરીયાના સુરક્ષા કર્મચારીઓ પેટ્રોલીંગની કામગીરી પર હતા. બોકો હરામના આતંકવાદીઓએ ત્યાં સુરક્ષા દળોને નિશાન બનાવ્યા હતા.
આ હુમલા દરમિયાન ૭ આતંકીઓ પણ ઘટનાસ્થળેથી ફરાર છે. જે નાઈજીરીયાના જંગલો અને ઝાડીઓમાં શોધી કાઢવામાં આવી રહ્યા છે. આ હુમલામાં સુરક્ષા દળોના કેટલાક અધિકારીઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બોકો હરામના આતંકવાદીઓ નાઈજીરિયાના પૂર્વોત્તર ભાગમાં હાજર છે. બોકો હરામના આતંકવાદીઓ મોટાભાગે નાઈજીરિયાના મુસ્લિમ પ્રભુત્વવાળા વિસ્તારોમાં હાજર છે. બોકો હરામ સંગઠનના આતંકવાદીઓએ પહેલા સૈનિકો અને બાદમાં નાગરિકો પર પણ હુમલો કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગયા સપ્તાહે શનિવારે ૫ શંકાસ્પદ બોકો હરામ આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. બોકો હરામના આતંકવાદીઓ નાઈજીરિયામાં જાેવા મળે છે. નાઈજીરિયાની યુનાઈટેડ નેશન્સ એજન્સીઓ અનુસાર, આ ત્યાંનું જેહાદી જૂથ છે. બોકો હરામ આતંકવાદી સંગઠનનો ઉદ્દેશ્ય ઈસ્લામિક શરિયા કાયદો લાગુ કરવાનો છે. તેની સ્થાપના ૨૦૦૯માં થઈ હતી. પીટીઆઈ અનુસાર, બોકો હરામ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા અને હિંસાને કારણે લગભગ ૩૫ હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમના ડરને કારણે લગભગ ૨૧ લાખ લોકોને તેમના ઘર છોડીને અન્યત્ર રહેવાની ફરજ પડી છે.
Recent Comments