નાગનાથ દેવસ્થાનમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
આરતી, શોભાયાત્રા અને ડાયરાની જમાવટ સાથે મહાશિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી
આજે તા. ૦૧–૦૩–ર૦રર ને મંગળવારના રોજ અમરેલીના સુપ્રસિધ્ધ નાગનાથ મહાદેવ મંદિર ખાતે ” મહાશિવરાત્રી પર્વ” ની ઉજવણી માટે નાગનાથ મહાદેવ દેવસ્થાન સંસ્થા અને શ્રી નાગનાથ પાટોત્સવ સમિતિના સંયુકત ઉપક્રમે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ”શિવ સ્વરોત્સવ” માં શિવતાંડવ સ્ત્રોત અને ભજનના કાર્યક્રમના આયોજન માટે શ્રી ડી. કે. રૈયાણી અને પાટોત્સવ સમિતિના સભ્યો દવારા સુંદર આયોજન કરવામાં આવેલ છે.
મહાશિવરાત્રી પર્વ નિમિતે સવારે ૮ કલાકથી હોમાત્મક યજ્ઞનું આયોજન કરેલ છે. સાંજના પ:૪પ કલાકે નાગનાથ દાદાની વરણાંગી શહેરના મુખ્યમાર્ગો પર ફરી સાંજના ૭:૧પ કલાકે મંદિરમાં આરતિનો કાર્યક્રમ યોજાશે.
રાત્રે ૯:૦૦ થી ૧ર:૦૦ દરમિયાન આંતરરાષ્ટ્રીય લોક ગાયક શ્રી વિમલભાઈ મહેતા અને સાથી કલાકારો દવારા ભજન તથા શિવતાંડવ રજુ કરતા ”શિવ સ્વરોત્સવ” કાર્યક્રમ બાદ રાત્રીના ૧ર:૦૦ કલાકે નાગનાથ મહાદેવની ”મહાઆરતિ” કાર્યક્રમ યોજાશે.
”મહા શિવરાત્રી” નિમિતે નાગનાથ મંદિર ખાતે યોજાયેલ વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લેવા શ્રી નાગનાથ પાટોત્સવ સમિતિના શ્રી ડી.કે. રૈયાણી દવારા અમરેલીની ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવેલ છે.
Recent Comments