નાગરદાસ દોશી ટ્રસ્ટ દ્વારા પાંત્રીસ વર્ષ જુની પંરપંરા જાળવી રાખી. ચલાલામાં નાગરદાસ દોશી ટ્રસ્ટ અને દાતાશ્રીઓ દ્વારા જુદા જુદા સ્થળોએ વિના મૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર ચાલુ કરાયા

અંશાઅવતાર દાનમહારાજની તપોભુમી એવા ચલાલા દાનેવધામમાં છેલ્લા પાંત્રીસ વર્ષોથી ચલાલાના જુદા જુદા વિસ્તારોમાં ઉનાળાના ધોમધખતા તાપમાં જરૃરીયાતમંદ પરીવારોને પોતાના જ વિસ્તારમાંથી ઠંડી અને શુધ્ધ છાશ મળી રહે..તે માટે નાગરદાસ દોશી ટ્રસ્ટ અને દાતાશ્રીઓના સહયોગ દ્વારા ચલાલા શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે કબલાપા,મોચીબજાર, લાઇબ્રેરી રોડ, માટે જૈન મહાજનવાડીમાં,ત્યાર બાદ મુળીમાશેરી,રાવળશેરી,ભટ્ટશેરી,ફૂલવાડી પ્લોટ,મહાદેવ પરા,વિસ્તાર માટે પટેલવાડીમાં, અને હુડકો નં.૧ હુડકો ૨ માટે હુડકો ચોકમાં અને દાનેવ સોસાયટી અને ગાયત્રી નગર માટે શમાબેનના નિવાસસ્થાને વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર ખોલવામા આવેલ છે.
જાણવા મળેલ વિગત મુજબ આ ચારેય કેન્દ્ર પરથી ૬૦૦ કરતા વધુ પરીવારો ઠંડી અને સાત્વિક છાશનો અમુલ્ય લાભ લઈ આત્મસંતોષ પ્રાપ્ત કરી રહ્યા છે. ચલાલાના વતની અને હાલ જુનાગઢ રહેતા ચલાલાના વરિષ્ઠ સેવાભાવી આગેવાન નિવૃત શિક્ષક મહેશભાઇ કુંડળના માર્ગદર્શન અને તેમની દીર્ઘદર્ષ્ટિ અને પુરી મહેનતથી છેલ્લા પાંત્રીસ વર્ષથી ચલાલા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિના મૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર ખોલવામા આવેછે. અને તેનો જરૃરીયાતમંદ પરીવારો લાભ લઈ રહયા છે. આ સેવા કાર્યમા ચલાલાના સેવાભાવી વિનુભાઇ કાછડીયા પરીવાર અને અશ્ર્વિનભાઈ કાછડીયા પરીવારનો મુખ્યત્વે આર્થીઁક સહયોગ પ્રાપ્ત થયો છે. આ સેવા કાર્યને સફળતા અપાવવા માટે ચલાલાના સેવાભાવી વેપારી આગેવાન અશ્ર્વિનભાઈ કાછડીયા અને હકાભાઇ સહિત નાગરદાસ દોશી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
આજે શ્રી નાગરદાસ દોશી ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર ખુલ્લા મુકાયા ત્યારે સ્થાનીક આગેવાનોમાં શ્રી બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ અને જાણીતા કથાકાર ખોડીદાસભાઇ મહેતા,પટેલવાડીના પૂર્વ પ્રમુખ અને પટેલ સમાજના વરિષ્ઠ આગેવાન નાથાભાઈ ઠેશીયા, પટેલવાડીના પ્રમુખ અને સહકારી આગેવાન ધનશ્યામભાઇ કાકડીયા,લોહાણા સમાજના આગેવાન અને ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના મંત્રી પ્રકાશભાઇ કારીયા,બહ્મસમાજના આગેવાન હસુભાઇ જોશી,પટેલવાડીના મંત્રી છગનભાઇ અંટાળા, જાણીતા સેવાભાવી વૈદ્ય બટુકદાદા, સેવાભાવી વેપારી આગેવાન અશ્ર્વિનભાઈ કાછડીયા,જૈન મહાજનના પ્રમુખ ડોલરભાઇ સંધરાજકા,ચતુરભાઇ માલવીયા,ભીખુભાઇ કાનાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી આ સેવાકીય કાર્યની પ્રશંસા કરી આંનદ વ્યક્ત કરી શુભકામનાઓ પાઠવી હતી. અંતમા બધા માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. સહુ સાથે બેસી અલ્પાહાર કર્યો હતો તેમ પ્રકાશ કારીયાએ એક અખબારી યાદીમાં જણાવેલ છે..
Recent Comments