fbpx
અમરેલી

નાગરિકોના પ્રશ્નોનું ગુણાત્મક રીતે નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકારનું વિશેષ આયોજન

 અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને ખાંભા તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો  હતો. તેમણે અરજદારોને રુબરુમાં મળી તેમના પ્રશ્નોનું સકારાત્મક રીતે નિવારણ લાવવા માટે સંબંધિત કચેરીઓના અધિકારીશ્રીઓને માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. ખાંભા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આશરે ૫૯ જેટલા પ્રશ્નોનું સ્થળ પર હકારાત્મક નિવારણ લાવવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, નાગરિકોના પ્રશ્નોનું ગુણાત્મક રીતે નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા તા.૨૪ એપ્રિલ, ૨૦૦૩ના રોજ સ્વાગત કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. રાજ્યમાં સ્વાગત કાર્યક્રમને ૨૦ વર્ષ પૂર્ણ થતાં “સ્વાગત સપ્તાહ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવે તે પ્રશ્નોનું ત્વરાથી હકારાત્મક રીતે  નિરાકરણ થાય તે માટે વિશેષ પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

          ઉલ્લેખનીય છે કે, આગામી તા.૨૭ એપ્રિલ, ૨૩ને ગુરુવારના રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત સ્વાગત કાર્યક્રમ વધુ સુદ્રઢ બને અને તેનો લાભ છેવાડાના નાગરિકોને અસરકારક રીતે મળી રહે તે માટે વધુ શું થઈ શકે તે માટે સ્વાગત કાર્યક્રમની સમીક્ષા પણ કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં યોજાયેલા સ્વાગત સપ્તાહ કાર્યક્રમમાં વિવિધ કચેરીઓના વડા, કર્મચારીશ્રીઓ અને નાગરિકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts