fbpx
ભાવનગર

નાગરિકો e-FIR થકી વાહન અને મોબાઇલ ચોરીની ફરિયાદ ઘરે બેઠા નોંઘાવી શકશે : શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી

રાજયમાં શરૂ કરવામાં આવેલા e-FIR અંગેની જાગૃત્તિ આપવાનો કાર્યક્રમ જિલ્લા પોલીસ તંત્ર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં અટલ ઓડિટોરિયમ ખાતે e-FIR અંગે જાણકારી આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

        આ કાર્યક્રમમાં સંબોઘન કરતાં શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી જણાવ્યું હતું કે, આપની સાથે કોઇ ઘટના બને કે આપની કોઇ વસ્તુની ચોરી થાય અથવા વાહનની ચોરી થાય તે સમયે આપ પોલીસ મથક જઇ એફ.આઇ.આર. નોંઘાવો છો. એફ.આઇ.આર.નો પુરો અર્થ ફર્સ્ટ ઇન્ફોરમેશન રીપોર્ટ થાય છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા e-FIR ની સુવિઘા શરૂ કરવામાં આવી છે. જે થકી આપ આપના વાહન અને મોબાઇલ ચોરીની ફરિયાદ ઘરે બેઠા કરી શકો છો. આ સેવા આપવાની પહેલ સમગ્ર દેશમાં સૌ પ્રથમ સબળ એન્જિનની ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકારે ગુજરાતમાં કરી છે.

        મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યના નાગરિકોની સુરક્ષા અને સુવિધા રાજ્ય સરકારની ટોચ અગ્રતા રહી છે ત્યારે નાગરિકોને રાજ્ય સરકારની તમામ સેવાઓ સુગમતાથી અને તાત્કાલિક મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ જ દિશામાં ગૃહવિભાગ દ્વારા નક્કર પગલું ભરવામાં આવ્યું છે

        આ પ્રસંગે e-FIR અંતર્ગત શરૂ કરવામાં આવેલ સીટીઝન પોર્ટલ અને સીટીઝન ફર્સ્ટ નામની એપથી સર્વે વિઘાર્થીઓને તેમની સરળ ભાષામાં સમજ પડે તે રીતે પ્રેઝેન્ટેશન રજૂ કરી માહિતગાર કરાયા હતા. આ પ્રસંગે મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારીયા,શહેર ભાજપા પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી મુકેશ લંગારીયા, રેન્જ આઈ. જી. શ્રી અશોકકુમાર યાદવ, આઈ, પી. એસ. શ્રી સફીન હસન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનાં ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર શ્રી એમ. એમ. ત્રિવેદી સહિત વિઘાર્થીઓ અને શાળા પરિવાર તેમજ પોલીસ સ્ટાફ   ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts