fbpx
અમરેલી

નાગરીક શરાફી સહકારી મંડળી લી. અમરેલીની તૃતીય વાર્ષિક સાધારણ સભા યોજાઈ

માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા સહકાર મંત્રાલયની અલગ થી રચના કરવામાં આવેલ છે ત્યારે સહકાર થી સમૃદ્ધિની દિશા તરફ આગળ વધવા આજ તા. ૦૩-૦૯-૨૦૨૨ ના રોજ લીલીયા તાલુકાના અંટાળેશ્વર મહાદેવ મંદિર ખાતે માન. કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઇ રૂપાલા સાહેબના અધ્યક્ષસ્થાને અને સહકાર શિરોમણી તેમજ ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ તેમજ મંડળીના ચેરમેન શ્રી નારણભાઈ કાછડીયાની વિશેષ ઉપસ્થિતિમાં શ્રી સમૃદ્ધિ નાગરીક શરાફી સહકારી મંડળી લી. અમરેલીની તૃતીય વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.


આ સાધારણસભામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેન જલ્પેશભાઈ મોવલિયા, પૂર્વ ધારાસભ્યો શ્રી હનુભાઈ ધોરાજીયા અને શ્રી કાળુભાઈ વિરાણી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ શ્રી ભૂપેન્દ્રભાઈ બસિયા અને શ્રી રાજુભાઇ કાબરિયા, સાવરકુંડલા વિધાનસભાના પ્રભારી શ્રી વિજયભાઈ ભગત, અમરડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી દિપકભાઈ માલાણી, પ્રદેશ મહિલા મોરચાના મંત્રી કુ. ભાવનાબેન ગોંડલિયા, જીલ્લા ખ.વે. સંઘના ચેરમેન શ્રી જયંતીભાઈ પાનસુરીયા, જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વાઈસ ચેરમેન શ્રી અરુણભાઈ પટેલ તથા જનરલ મેનેજર શ્રી બી.એસ. કોઠીયા, બગસરા નાગરીક શ.સ.મંડળીના ચેરમેન શ્રી રશ્મિનભાઈ ડોડીયા, સૌરષ્ટ્ર નાગરીક શ.સ.મંડળીના ચેરમેન શ્રી અનિલભાઈ વેકરીયા, અવધ નાગરીક શ.સ.મંડળીના ચેરમેન શ્રી ભરતભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન શ્રી નીતિનભાઈ રાઠોડ, બાંધકામ સમિતિ ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી વિપુલભાઈ દૂધાત, જીલ્લા ભાજપ ઉપપ્રમુખો શ્રી સુરેશભાઈ પાનસુરીયા, શ્રી શરદભાઈ પંડ્યા, શ્રી મગનભાઈ કાનાણી, શ્રી રામભાઈ સાનેપરા સહિતના જીલ્લા તેમજ મંડલના પદાધિકારીઓ, વિવિધ સેલ મોરચાના પદાધિકારીઓ, ચુંટાયેલા પ્રતિનિધિશ્રીઓ, મંડળીના ડિરેક્ટરશ્રીઓ
અને બહોળી સંખ્યામાં સભાસદ ભાઈઓ-બેહનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts