નાગા ચૈતન્ય સાથે સંજય લીલા ભણસાલી ફિલ્મ બનાવી શકે છે?
બોલિવૂડ અને સાઉથની ઈન્ડસ્ટ્રી વચ્ચે ગળાકાપ હરિફાઈની ચર્ચાઓ વચ્ચે સંબંધો સુધરવાના અણસાર મળી રહ્યા છે. બોલિવૂડના મોટા સ્ટાર્સ અને ફિલ્મ મેકર્સ કોઈ ખચકાટ વગર સાઉથની ટેલેન્ટને આવકારી રહ્યા છે. આ દિશામાં વધુ એક પગલું ભરતા સંજય લીલા ભણસાલી પોતાની આગામી ફિલ્મમાં નાગા ચૈતન્યને લીડ રોલ આપે તેવી શક્યતા છે. સાઉથ ઉપરાંત હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા નાગાર્જુનનો દીકરો નાગા ચૈતન્ય પાછલા કેટલાક સમયથી પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. સામંથા સાથેના ડાઈવોર્સને ભૂલવા માટે નાગા ચૈતન્ય જેટલા પ્રયાસ કરે છે, તેટલી જ તેની ચર્ચા વધારે થાય છે.
બોલિવૂડમાં એન્ટ્રી માટે નાગા ચૈતન્યને આમિર ખાને ચાન્સ આપ્યો છે. આમિર અને કરીનાની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં નાગા ચૈતન્ય પણ છે. ૧૧મી ઓગસ્ટે લાલસિંહ ચઢ્ઢા રિલિઝ થતાં પહેલાં નાગા ચૈતન્યને બોલિવૂડમાંથી ઓફરો મળવા માંડી છે. રિસેન્ટલી મુંબઈ ખાતે સંજય લીલા ભણસાલીની ઓફિસ બહાર નાગા ચૈતન્ય જાેવા મળ્યો હતો. જેના કારણે આ બંને ભેગા થઈને કોઈ પ્રોજેક્ટ શરૂ કરે તેવી શક્યતાઓ ઊભી થઈ છે. તેલુગુ સ્ટાર ગણાતા નાગા ચૈતન્યને પણ સ્વાભાવિક પણે પાન ઈન્ડિયા ફિલ્મો કરવાની ઈચ્છા છે.
આ સંજાેગોમાં બોલિવૂડના દિગ્ગજ ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલીનો સાથ મળે તો તેના કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ આવી શકે છે. નાગા ચૈતન્યના નામે અનેક હિટ ફિલ્મો નોંધાયેલી છે, પરંતુ તેની રિસેન્ટ તેલુગુ ફિલ્મ થેન્ક્યુ ખાસ કમાલ કરી શકી નથી. લાલ સિંહ ચઢ્ઢાને કેવો રિસ્પોન્સ મળશે તેના પર હાલ સૌની નજર છે. જાે કે સંજય લીલા ભણસાલી સાથેની મીટિંગ બાદ યશ, રામચરણ અને જુનિયર એનટીઆરની જેમ નાગા ચૈતન્યને પણ પાન ઈન્ડિયા ફિલ્મ મળે તેવી શક્યતા છે.
Recent Comments