fbpx
બોલિવૂડ

નાગિન ફેમ મધુરાના બહેન-બનેવીની ઈઝરાયેલમાં ક્રૂર હત્યા થઇ

લોકપ્રિય ટીવી સિરિયલ નાગિનમાં મયુરીના રોલથી જાણીતી બનેલી મધુરા નાઈકે ઈઝરાયેલ પર હમાસના હુમલાનો વિરોધ નોંધાવ્યો છે. હમાસના આતંકવાદીઓએ તેની પિતરાઈ બહેન ઓડાયા અને તેના પતિની હત્યા કરી હતી. બે માસૂમ બાળકોની નજર સામે જ માતા-પિતાની હત્યાના આ જઘન્ય કૃત્યને મધુરાએ આતંકવાદના વરવા ચહેરા સમાન ગણાવી હતી. આ સાથે સમગ્ર વિશ્વને ઈઝરાયેલની વેદના સમજવા અનુરોધ કર્યો હતો. મધુરાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, હું ભારતીય મૂળની યહૂદી છું. ભારતમાં અમે માત્ર ૩૦૦૦ જ છીએ.

૭ ઓક્ટોબરે અમે પરિવારમાંથી દીકરા અને દીકરીને ગુમાવ્યા હતા. મારી કઝિન ઓડાયા અને તેના પતિની ક્રૂર હત્યા થઈ હતી. બે બાળકોની નજર સામે તેમના માતા-પિતાને મારી નંખાયા હતા. આ દુઃખને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ઈઝરાયેલ ખૂબ પીડા ભોગવી રહ્યું છે. હમાસના હુમલામાં ઈઝરાયેલના બાળકો, મહિલાઓ અને ગલીઓ ભડકે બળી રહ્યા છે. મહિલાઓ, બાળકો, વડીલો અને અશક્તોને ટાર્ગેટ કરાય છે.. મધુરાએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, અગાઉ મારી બહેન અને તેના પરિવારના ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. જેથી દુનિયા અમારી વ્યથા જાેઈ શકે.

જાે કે પેલેસ્ટાઈન આરબ તરફી પ્રોપગેન્ડાના મૂળ ખૂબ ઊંડા હોવાનું જાેઈ મને આઘાત લાગ્યો હતો. યહૂદી હોવાના કારણે મને ધુત્કારવામાં આવી હતી. જાે કે ઈઝરાયેલના હત્યારામાં ખપાવી દેવાનો પેલેસ્ટાઈન તરફી પ્રોપગેન્ડા તથ્ય વિહોણો છે. સ્વ બચાવને આતંકવાદ કહી શકાય નહીં. હું હિંસાની તરફેણ નથી કરતી, પરંતુ કોઈપણ પક્ષ તરફથી અત્યાચારો સાંખી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, હમાસના આતંકવાદી જૂથોએ ઈઝરાયેલ પર ઓચિંતો રોકેટ હુમલો કર્યો હતો. હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલમાં મહિલાઓ અને બાળકો પર કરેલા અત્યાચારના વીડિયોએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે.

Follow Me:

Related Posts