નાગિન-૩ ફેમ એક્ટર પર્લ પુરીની રેપ અને જાતીય સતામણીના આરોપમાં થઈ ધરપકડ

નાગિન-૩ ફેમ ટીવી-એક્ટર પર્લ વી. પુરીની પોલીસે ધરપકડ કરી છે. તેના પર રેપ અને જાતીય સતામણીનો આરોપ લાગાવાયો છે. પોલીસે શુક્રવાર ૪ જૂને તેની ધરપકડ કરી છે.
પોલીસકેસ દાખલ કરનાર પીડતાનું કહેવું છે કે પર્લે તેની સાથે બળાત્કાર કર્યો અને આ ઘટના વારંવાર રિપીટ પણ કરી. પર્લ સામે ર્ઁંઝ્રર્જીં એક્ટ હેઠળ સગીરા સાથે બળાત્કાર કરવાના આરોપમાં કાર્યવાહી થઈ છે. હાલ પર્લ વાલિવ પોલીસના કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ થઈ રહી છે.
મુંબઈના મલાડમાં પીડિતાએ ૬ લોકો સામે રેપકેસ દાખલ કર્યો છે. તેમાંથી એક પર્લનું નામ છે. પીડિતાનું કહેવું છે કે કારમાં તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વારંવાર તેની સાથે આ ઘટના બની હતી. પોલીસે તમામ ૬ આરોપીને પોતાના સંકજામાં લીધા છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.
પર્લની ધરપકડ થતાં જ અનિતાએ સો.મીડિયા પર પોસ્ટ કરી એનો સપોર્ટ કર્યો છે. તેણે પોસ્ટમાં લખ્યું છે કે પર્લ પર લાગેલા આરોપો સાચા નથી. એ સાચા હોઈ જ ન શકે. આ બધું જુઠ્ઠાણું છે. જે પણ હકીકત હશે એ ટૂંક સમયમાં સામે આવશે.
પર્લ તેના રિલેશનશિપ માટે હંમેશાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કેટલાક સમય પહેલાં તેના અને કરિશ્મા તન્નાના રિલેશનશિપની ચર્ચા હતી. ઘણાં વર્ષો સાથે રહ્યાં બાદ બંને વચ્ચે સંબંધોમાં ખટાશ આવતાં બંને અલગ થઈ ગયાં. જાેકે હાલ બંને વચ્ચે દોસ્તી કાયમ છે.
પર્લ. વી. પુરીએ એક્ટિંગ કરિયરમાં વર્ષ ૨૦૧૩માં ડેબ્યુ કર્યું હતું. તેણે ‘દિલ કી નઝર સે ખૂબસૂરત’, ‘બત્તમિઝ દિલ’, ‘બેપનાહ પ્યાર’, ‘નાગિન ૩’ સહિતની સિરિયલ્સમાં કામ કર્યું છે. તે બ્રહ્મરાક્ષસ-૨માં અંગદ મહેરાના રોલમાં પણ જાેવા મળ્યો છે. પર્લે બિગ બોસ ૧૨ અને ૧૩માં ગેસ્ટ તરીકે પોતાની વિઝિટ કરેલી છે. આ સિવાય તે ચેમ્પિયિન ૫ અને ખતરા ખતરા ખતરા જેવા રિયાલિટી શૉઝમાં પણ પોતાની હાજરી આપી ચૂક્યો છે.
Recent Comments