fbpx
અમરેલી

નાગેશ્રી પોલીસ સ્ટેશનના ટીંબી ગામે જાહેર જગ્યાએ ગંજી પતાનો જુગાર રમી રમાડતા આઠ ઇસમોને રોકડ ૩.૧૯,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગારનો કવોલીટી કેસ શોધી કાઢતી નાગેશ્રી પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. સાહેબશ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દૂર કરવા તથા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગ, સાવરકુંડલાનાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય.

નાગેશ્રી પોલીસ સબ ઇન્સ્પેકટર પી.વી.પલાસ સાહેબનાઓની સુચના મુજબ નાગેશ્રી પોલીસ સ્ટાફ દ્વારા આજરોજ તા.૧૮/૧૦/૨૦૨૩ ના શરૂ રાત્રીના બાતમી હકીકત આધારે ટીંબી ગામે જાહેર જગ્યાએ ગંજી પત્તાના પાના વડે તીન પત્તનો હારજીતનો જુગાર રમતા રોકડા રૂપિયા રૂ.૧૯,૨૦૦/- તથા ગંજી પત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/૦૦ મળી કુલ રૂ.૧૯,૨૦૦/- ના મુદામાલ સાથે આઠ (૦૮) આરોપીઓને પકડી પાડી જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

આરોપીઓની વિગત

(૧) માનભાઇ નગાભાઇ ગોહિલ ઉ.વ.૪૫ ધંધો.મજુરી રહે.ટીંબી તા.જાફરાબાદ,જી.અમરેલી. (૨) ફિરોઝભાઇ હાજીભાઇ મીઠાણી ઉ.વ.૩૯ ધંધો મજુરી રહે.ટીંબી તા.જાફરાબાદ,જી અમરેલી (૩) બચુભાઇ દેવશીભાઇ ગોહિલ ઉ.વ.૬૨ ધંધો,ખેતી રહે.ટીંબી તા.જાફરાબાદ,જી.અમરેલી. (૪) સુધીરભાઇ ભરતભાઇ વાળા ઉ.વ ૨૩ ધંધો.વેપાર રહે.ટીંબી તા.જાફરાબાદ,જી.અમરેલી (૫) ભાવુભાઇ રૂખડભાઇ ગોહિલ ઉ.વ.૫૫ ધંધો.ખેતી રહે.ટીંબી તા.જાફરાબાદ,જી.અમરેલી, (૬) સામતભાઇ નથુભાઇ મકવાણા ઉ.વ.૬૦ ધંધો મજુરી રહે.ટીંબી તા.જાફરાબાદ,જી.અમરેલી, (૭) ઇસ્માલભાઇ ઉંબરામભાઇ મંસુરી ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે.ટીંબી તા.જાફરાબાદ,જી.અમરેલી (૮) બસીરભાઇ – ઇસુભાઇ મંસુરી ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે.ટીંબી તા.જાફરાબાદ,જી.અમરેલી

આ કામગીરી નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી પી.વી.પલાસ તથા નાગેશ્રી પોલીસ સ્ટેશનના

સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts