fbpx
રાષ્ટ્રીય

નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટને ગીરના ખેડૂતોએ બજેટને આવકાર્યું

કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારામને આજે વર્ષ ૨૦૨૩-૨૪ નું જે બજેટ રજૂ કર્યું તેમાં ખેડૂતો માટે જે વિશેષ જાેગવાઈ અને યોજનાઓ જાહેર કરવામાં આવી છે. તેથી ગીરના ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. સાથે ખેડૂતોની એવી અપેક્ષા પણ જાેવા મળી કે આ યોજના ગામડાના અભણ અને નાના વર્ગના ખેડૂતો સુધી યોગ્ય સમયે પહોંચે અને તેનું યોગ્ય જ્ઞાન મળે તે માટે સરકારે યોગ્ય સીસ્ટમ ઉભી કરવી ઘટે. સંસંદમાં નાણામંત્રી ર્નિમલા સીતારમણ દ્વારા જે ચાલુ વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને આ બજેટમાં ખેડૂતો માટે જે યોજના લાવ્યા તેને ગીરના ખેડૂતો આવકારી રહ્યા છે.

આ યોજના જાેઈએ તો, કૃષિ માટે ડિજિટલી પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે. આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપાશે. કપાસની ખેતમાં પીપીપી મોડેલ અપનાવાશે. કિસાન સહાય યોજના માટે ૨.૨ લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. પાક ધિરાણ વધશે. ૧૧ કરોડ ખેડૂતને૨.૨ લાખ કરોડની સહાય મળશે. કૃષિ સ્ટાર્ટપ માટે મદદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ સાથે સાથે ખેડૂતોને લોનમાં ૧ વર્ષ સુધી વ્યાજમાફી આપવામાં આવશે અને પ્રાકૃતિક ખેતી માટે ૧ લાખ રૂપિયાની ખેડૂતોને સહાય આપવામાં આવશે. આ સામે ખેડૂતોના પ્રતિભાવો મળ્યા તે મુજબ બજેટને આવકાર મળી રહ્યો છે. ડિજિટલી ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના ખુબ જ આવકારદાયક છે.

પરંતુ આ યોજનાની યોગ્ય અમલવારી માટે ગ્રામ્ય કક્ષાએ પૂરતું ઈન્ટરનેટ નેટવર્ક મળવું જાેઈએ. જાે સર્વર જ ડાઉન રહે તો ઓનલાઈન કામગીરી કઈ રીતે આગળ વધી શકે…? ગામડાનો મોટાભાગનો ખેડૂત વર્ગ ઓછું ભણેલ હોય છે. નોંધનીય છે કે, તેઓને આ બાબત સારી રીતે સમજાવવા ગ્રામ સેવક તલાટી-મંત્રીને તાલીમ આપી તૈયાર કરવા જેથી તેઓ ખેડૂતોને સમજાવે તે બાબત પણ અમલમાં લાવવી જાેઈએ. ત્યારે કપાસમાં પીપીપી યોજના અને ૧ વર્ષ સુધીની વ્યાજ માફી ખૂબ જ સારી છે. ગીરના ખેડૂતને હજુ થોડી વધુ અપેક્ષા બજેટમાં હતી. ૧વર્ષને બદલે જાે ત્રણ વર્ષ લોનમાં વ્યાજ માફ કરવામાં આવે તો વધુ તો વધુ સારું રહેશે.

Follow Me:

Related Posts