રાષ્ટ્રીય

નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે FIR થશે, બેંગલુરુની કોર્ટે આપ્યો આદેશ, જાણો શું હતો મામલો

બેંગલુરુની એક કોર્ટે ધામધમકી આપીને વસુલી કરવાના આરોપમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. બેંગલુરુમાં જનપ્રતિનિધિઓની એક વિશેષ અદાલતે આ ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે.ચૂંટણી બોન્ડ દ્વારા જબરદસ્તી વસુલી કરવા મામલે જનાધિકાર સંઘર્ષ સંગઠનના આદર્શ અય્યરે નિર્મલા સીતારમણ સામે એક ખાનગી ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચૂંટણી બોન્ડ દ્વારા ધામધમકી આપીને વસુલી કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ બેંગલુરુની એક કોર્ટે નિર્મલા સીતારમણ સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે. તિલકનગર પોલીસ હવે આ મામલે FIR નોંધશે.એપ્રિલ 2024માં જનઅધિકાર સંઘર્ષ પરિષદે 42મી એસીએમએમ કોર્ટમાં દાખલ કરી હતી. જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, ED અધિકારીઓ, જેપી નડ્ડા, ભાજપના રાષ્ટ્રીય નેતાઓ, ભાજપના કર્ણાટકના તત્કાલીન અધ્યક્ષ નલિન કુમાર કાતિલ, બીવાય વિજયેન્દ્ર વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. ફરિયાદ પર વિચાર કર્યા બાદ કોર્ટે બેંગલુરુની તિલક નગર પોલીસને FIR નોંધવાનો નિર્દેશ આપ્યો છે. કેસની સુનાવણી 10 ઓક્ટોબર સુધી સ્થગિત કરવામાં આવી છે.એપ્રિલ 2019થી લઈને ઓગસ્ટ 2022 સુધી બિઝનેસમેન અનિલ અગ્રવાલની ફર્મ પાસેથી લગભગ 230 કરોડ અને અરવિંદો ફાર્મસીમાંથી 49 કરોડ રુપિયા ચૂંટણી બોન્ડ દ્વારા વસુલવામાં આવ્યા હતા.

Related Posts