fbpx
રાષ્ટ્રીય

નાણામંત્રી ૨૩ જુલાઈએ બજેટ રજૂ કરશે

એનડીએ સરકારની રચના પછી લોકો નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે પ્રથમ સંપૂર્ણ કેન્દ્રીય બજેટની રાહ જોઈ રહ્યા હતા. હવે આ રાહ પુરી થઈ છે અને બજેટ રજૂ કરવાની તારીખ આવી ગઈ છે. બજેટ ૨૩ જુલાઈએ લોકસભામાં રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત સરકારની ભલામણ પર બજેટ સત્ર ૨૦૨૪ માટે ૨૨ જુલાઈથી ૧૨ ઓગસ્ટ સુધી સંસદના બંને ગૃહો બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ૨૩મી જુલાઈએ બજેટ રજૂ કરવાનો અર્થ એ છે કે આર્થિક સર્વે એક દિવસ પહેલા ૨૨મી જુલાઈએ રજૂ કરવામાં આવશે. સંસદનું ચોમાસુ સત્ર ૨૨મી જુલાઈથી જ શરૂ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સત્રના પહેલા દિવસે આર્થિક સર્વેક્ષણ અને બીજા દિવસે બજેટ રજૂ કરવામાં આવશે. ઘણા દિવસોથી આ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, પરંતુ હવે તેની પુષ્ટિ પણ થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ પૂર્ણકાલીન બજેટ છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણ સાતમી વખત બજેટ રજૂ કરશે. આ પહેલા નાણામંત્રી તરીકે તેમણે ૫ સંપૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. હ્લરૂ૨૦૨૪-૨૫ માટે વચગાળાનું બજેટ ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. મોદી ૩.૦ ના આ બજેટથી લોકોને ઘણી અપેક્ષાઓ છે. માનવામાં આવી રહ્યું છે કે આ બજેટમાં સામાન્ય લોકો માટે ટેક્સને લઈને મોટી જાહેરાત થઈ શકે છે. નાણા પ્રધાન ર્નિમલા સીતારમણ આગામી બજેટ (બજેટ ૨૦૨૪)માં કોઈપણ કર પહેલાં વ્યક્તિઓની આવક મર્યાદા વર્તમાન રૂ. ૩ લાખથી વધારીને રૂ. ૫ લાખ કરી શકે છે. સરકાર બજેટ ૨૦૨૪માં ટેક્સમાં ઘટાડો કરીને ઓછી આવક ધરાવતા લોકો માટે વપરાશ વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ મુક્તિ નવી કર વ્યવસ્થામાં લાગુ થઈ શકે છે. આ સિવાય ટેક્સ સ્લેબના દરો પણ ઘટાડી શકાય છે, જેથી સામાન્ય લોકોને તેનો ફાયદો મળી શકે.

Follow Me:

Related Posts