રાષ્ટ્રીય

નાતાલ, શાન્તા અને ક્રિસમસ ટ્રી વિશે રસપ્રદ વાતો

દર વર્ષે આ દિવસે લોકોમાં નાતાલની શુભેચ્છા પાઠવવામાં આવે છે. જેમાં દરેક જગ્યાએ ક્રિસમસ ટ્રી શણગારવામાં આવે છે, સફેદ દાઢીવાળા સાન્તા લાલ કપડા પહેરીને બાળકોને ભેટ અને ખુશીઓ વહેંચતા જાેવા મળે છે. લોકો ચર્ચમાં જઈને ઈસુની સામે મીણબત્તીઓ પ્રગટાવે છે અને પવિત્ર બાઈબલ વાંચે છે. આ પછી, આ તહેવાર પર એકબીજાને અભિનંદન પાઠવે છે. આજે ૨૫ ડિસેમ્બર શનિવારના રોજ વિશ્વભરમાં ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર અહીં જાણો આ તહેવાર સાથે જાેડાયેલી ખાસ વાતો.

અમેરિકાના રાજકીય કાર્ટૂનિસ્ટ થોમસ નાસ્ટે આધુનિક સાન્ટાને લોકપ્રિય બનાવવાનું કામ કર્યું. ૩ જાન્યુઆરી, ૧૮૬૩ ના રોજ, પ્રથમ વખત, મેગેઝિનમાં સાન્તા ક્લોઝ (જીટ્ઠહંટ્ઠ ઝ્રઙ્મટ્ઠેજ)નું દાઢી સાથેનું કાર્ટૂન છપાયું. તેણે ઘણા લોકોને આકર્ષ્યા. આ સાન્ટાના ચહેરાનો ઉપયોગ વિવિધ બ્રાન્ડના પ્રચાર માટે કરવામાં આવતો હતો. સફેદ દાઢી ધરાવતા આ આધુનિક સાન્તા સતત ૩૫ વર્ષ સુધી કોકા-કોલાની એડમાં દેખાયા. જેના કારણે સાન્તાનો આ અવતાર લોકોના મનમાં બેસી ગયો અને સાન્તાનું સ્વરૂપ પ્રખ્યાત થઈ ગયું. ક્રિસમસનો તહેવાર ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ખુશીમાં ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ બેથલેહેમમાં થયો હતો. ઈસુના માતા-પિતા નાઝરેથના રહેવાસી હતા, જે હાલમાં પેલેસ્ટાઈન પ્રદેશમાં છે. તેથી જ ઈસુ ખ્રિસ્તને નાઝરેથના ઈસુ પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે ઇસુનો જન્મ થયો હતો, ત્યારે દેવતાઓ તેમના માતાપિતાને અભિનંદન આપવા આવ્યા હતા. ઇસુના જન્મ પ્રસંગે, ફર વૃક્ષને તારાઓથી શણગારવામાં આવ્યું હતું, જે પાછળથી ક્રિસમસ ટ્રી તરીકે ઓળખાવા લાગ્યું. ત્યારથી દર વર્ષે નાતાલના અવસરે ક્રિસમસ ટ્રીને શણગારવાની પ્રથા શરૂ થઈ. નાતાલના તહેવારને ખાસ બનાવવામાં સાન્તાની પણ મોટી ભૂમિકા છે. એવું કહેવાય છે કે વાસ્તવિક સાન્તા સંત નિકોલસ હતા, જેનો જન્મ જીસસ ક્રાઈસ્ટના મૃત્યુના લગભગ ૨૮૦ વર્ષ પછી માયરામાં થયો હતો.

નાનપણથી જ તેમને ઈસુમાં અતૂટ શ્રદ્ધા હતી. તેઓ એક ખ્રિસ્તી પાદરી અને પછી બિશપ બન્યા. તેઓને જરૂરિયાતમંદ બાળકોને ભેટ આપવાનું ખુબ ગમતું હતું. પરંતુ તેઓ આ ભેટો મધ્યરાત્રિએ વહેંચતા હતા, જેથી તેમનું નામ કોઈને ખબર ન પડે. તેની ઉદારતા જાેઈને લોકો તેને સેન્ટ નિકોલસ કહેવા લાગ્યા. મૃત્યુ પછી એ જ સંત ધીમે ધીમે સાન્તા બની ગયા.ક્રિસમસ દર વર્ષે ૨૫ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જે ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. તેની ઉજવણી કરવા માટે, તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે ૨૫ ડિસેમ્બરના રોજ, ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. ઈસુ ખ્રિસ્તને ઈસુ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમને ખ્રિસ્તી ધર્મના સ્થાપક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જીસસના જન્મના પ્રારંભિક સમયમાં તેમનો જન્મદિવસ આ રીતે ઉજવવામાં આવતો ન હતો, પરંતુ ચોથી સદી આવતા આવતા આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવવા લાગ્યો.

Follow Me:

Related Posts