fbpx
ગુજરાત

નાનાભાઇના લગ્ન બાદ બેડરૂમ નહીં મળતા મોટાએ પત્ની સાથે છ માસ ન મળ્યું શરીરસુખ

પાલનપુરના મફતપુરા વિસ્તારમાં રહેતી એક મુસ્લિમ પરિણીતાએ કલોલમાં પોતાનો પતિ છ માસથી જાતિય સબંધ ન રાખતો હોવાની ફરિયાદ મહિલા બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં કરી હતી. જ્યાં સમગ્ર પરિવારને બોલાવી કાઉન્સિંગ કરવામાં આવતાં નાનાભાઇના લગ્ન થતાં બેડરૂમ ન હોવાથી અને બીજાે રૂમ પણ ન હોવાથી આ પ્રશ્ન ઉભો થયો હોવાનું જાણવા મળ્યું હતુ. આથી કાઉન્સેલર દ્વારા પરિવાર સાથે વાતચિત કરી ઘરના ઉપરનો માળ બંનેને રહેવા માટે આપતાં પતિ- પત્ની વચ્ચે છ માસ પછી સંમતિ સધાઇ હતી.
એક મકાનમાં સંયુકત પરિવારમાં રહેતા સભ્યો વચ્ચે અનેક પ્રશ્નો ઉભા થતાં હોય છે. જેમાં બેડરૂમના કારણે એક પતિએ પોતાની પત્નિને છ માસથી જાતીય સંબંધથી દૂર રાખી હોવાનો કિસ્સો પાલનપુરમાં સામે આવ્યો છે. આ અંગે પાલનપુર મહિલા બેઇઝડ સ્પોર્ટ સેન્ટરના કાઉન્સેલર જીગીશાબેને જણાવ્યું હતુ કે, પાલનપુર મફતપુરા વિસ્તારમાં પોતાના પિયરમાં રહેતા શાયરાબેન (નામ બદલ્યું છે.)એ અરજી કરી હતી કે, તેના લગ્ન ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતા પરિવારમાં થયા હતા. તેનો પતિ છેલ્લા છ માસથી જાતીય સંબંધ રાખતો ન હતો. તેમજ ત્રાસ આપતો હોઇ તેણી છ માસથી પાલનપુર પિયરમાં રહેવા આવી ગઇ હતી.
આથી કલોલથી તેના પતિ સહિતના સાસરીપક્ષના સભ્યોને પાલનપુર બોલાવ્યા હતા. જેમની સાથે વાતચિત કરતાં શાયરાબેનના પતિએ કહ્યુ હતુ કે, મારા નાનાભાઇના લગ્ન થતાં બેડરૂમનો તે ઉપયોગ કરતો હોઇ અને ઘરમાં બીજાે રૂમ ન હોવાથી શારિરીક સંબંધ બાંધ્યો નથી. જે બાદ શાયરાબેનના સાસુ સહિતના સભ્યોને સમજાવતાં તેઓ મકાનનો ઉપરનો ભાગ ખાલી કરી બંનેને રહેવા માટે આપવા રાજી થતાં બંને પતિ- પત્નિ વચ્ચે સહમતી સધાઇ હતી. અને શાયરાબેન ૬ માસ પછી પોતાની સાસરીમાં ગયા હતા.

Follow Me:

Related Posts