fbpx
અમરેલી

નાના ખેડૂતોને તારા ફેન્સીંગ માટે સહાય આપવા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ને અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા ની રજુઆત

સાવરકુંડલા લીલીયા વિસ્તારનો ખેડૂત ભૂંડ અને રોજના ત્રાસથી ખૂબ જ પિડાય છે ત્યારે ગુજરાત સરકારની તાર ફેન્સીંગ માટે ની  યોજના ખૂબ જ ઉપયોગી અને મદદગાર નીવડી છે ત્યારે  કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ રજુઆત કરી.કે આ યોજનાનો જો નાના ખેડૂતોને લાભ પ્રાપ્ત થાય તો ખેડૂતો પોતાના પાકને બચાવી શકે આ યોજનાથી માત્ર મોટા ખેડૂતોનેજ  તાર ફેન્સીંગ માટે સહાય પ્રાપ્ત થાય છે નાના ખેડૂત ખાતેદારોને બે-ત્રણ ખાતા ભેગા કરી અને સંયુક્ત પણે આ યોજનાનો લાભ લેવો પડે છે ત્યારે બાજુનો ખેડૂતો ન માને તો નાનો ખેડૂત આ યોજનાથી વંચિત રહે છે

તો  આ યોજના નાના ખેડૂતો માટે અમલમાં મૂકવામાં આવે જેથી કરી નાનો ખેડૂત પોતાની સ્વતંત્રતા રીતે આ યોજનાનો લાભ પ્રાપ્ત કરી શકે અને પોતાના પાકને જીવંત રાખી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી નું સ્વપ્ન ખેડૂતોની આવક બમણી સાચા અર્થમા થાયતો આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરી વહેલી તકે આ યોજનાને અમલમાં મૂકો કે જેથી કરી આ નાના ખેડૂતો તાર ફેન્સીંગ કરાવી શકે અને પોતાના પાકનેને સુરક્ષિત રાખી શકે અવી અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts