બોલિવૂડ

નાના પાટેકરને પબ્લિસિટી માટે મારા નામની જરૂર : તનુશ્રી દત્તાનો દાવો

ચોકલેટ અને આશિક બનાયા આપને જેવી ફિલ્મોમાં લીડ રોલ કરનારી પૂર્વ મિસ ઈન્ડિયા તનુશ્રી દત્તાએ નાના પાટેકર અને વિવેક અગ્નિહોત્રીને ઝાટક્યા હતા. આગામી ફિલ્મ ધ વેક્સીન વોરની પબ્લિસિટી માટે તેઓ પોતાના નામનો ઉપયોગ કરી રહ્યા હોવાનો દાવો તનુશ્રીએ કર્યો હતો. તનુશ્રીએ નાના પાટેકર સામે ૨૦૧૮ના વર્ષમાં નાના પાટેકર પર જાતિય સતામણીના આરોપ લગાવ્યા હતા.

૨૦૧૮માં તનુશ્રીએ દાવો કર્યો હતો કે, ૨૦૦૯ના વર્ષમાં હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મના સેટ પર નાના પાટેકરે તેમની જાતિય સતામણી કરી હતી. આ મામલે સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્‌સ એસોસિએશન સમક્ષ કરેલી લેખિત ફરિયાદમાં તનુશ્રીએ દાવો કર્યો હતો કે, નાના પાટેકર સામે અવાજ ઊઠાવ્યા બાદ તેમની સંપત્તિ અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. બાદમાં એક ફિલ્મમાંથી તનુશ્રીની હકાલપટ્ટી કરી રાખી સાવંતને રોલ અપાયો હતો. તાજેતરમાં મુંબઈ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં તનુશ્રીને સવાલ પૂછાયો હતો કે, તેની કરિયર બગાડી હોવાનો આક્ષેપ જેમના પર ર્યો હતો, તેઓ સફળતા માણી રહ્યા છે.

આ સવાલ પૂછાતાં જ તનુશ્રીએ જણાવ્યુ હતું કે, આપણે શા માટે તેમની ચર્ચા કરવી જાેઈએ? નાના પાટેકર અને વિવેક અગ્નિહોત્રી જેવા લોકો સાથે મારે કંઈ લેવા-દેવા નથી. આ લોકો વિષે ચર્ચા કરીને હું તેમને પબ્લિસિટી આપવા માગતી નથી. આજે પણ તેમને ફિલ્મ ચલાવવા માટે મારા નામની જરૂર પડે છે. ૨૦૦૮ના વર્ષમાં પણ નાના પાટેકર સાથે દલીલ થઈ ત્યારે પણ તેમને ફિલ્મ વેચવામાં તકલીફ પડતી નથી.

તેઓ ફિલ્મ વેચવામાં સફળ ન થાય ત્યારે મારા જેવા લોકો પાસે આવે છે અને પોતાની ફિલ્મમાં કેમિયો કરવા કહે છે. વધુમાં પૂર્વ મિસ ઈન્ડિયા તનુશ્રી દત્તાએ આક્ષેપ કર્યો હતો કે, ૨૦૦૮માં તેઓ પોતાની ફિલ્મ વેચી શકતા ન હતા અને આજે પણ આ જ સ્થિતિ છે. તેથી તેઓ મીડિયાને ઉશ્કેરે છે અને પોતાની ફિલ્મ વિષે સવાલો પૂછાવે છે. જ્વાળામુખીની જેમ મારો ગુસ્સો ફાટે અને હું કંઈક બોલી નાખું અને તેમની ફિલ્મને પ્રસિદ્ધિ મળે તેવી ઈચ્છા હોય છે અને તેઓ આ મુજબ જ આગળ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દેશની વિવેક અગ્નિહોત્રીએ પહેલી બાયો-સાયન્સ ફિલ્મ ધ વેક્સીન વોર બનાવી છે. જેમાં નાના પાટેકરની સાથે પલ્લવી જાેષી, અનુપમ ખેર, ગિરિજા ઓક, રાયમા સેન, મોહન કપૂર જેવા જાણીતા કલાકારો છે.

Related Posts