fbpx
રાષ્ટ્રીય

નાના ભુલકાઓને ઊંઘાડતા પહેલા ખાસ રાખો આ ધ્યાન, નહિં તો આવશે રોવાનો વારો

નાના બાળકોની દેખભાળ કરવી ખૂબ જ જરૂરી હોય છે. આ સાથે જ નાના બાળકો સવારે ઉઠે ત્યારથી લઇને રાત્રે ઊંઘે ત્યાં સુધી અનેક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે થોડુ પણ ધ્યાન ચુકી જાવો છો તો બાળક કંઇને કંઇ વગાડીને બેસી જાય છે. તો આજે અમે તમને જણાવીશું કે બાળક જ્યારે સૂઇ જાય ત્યારે તમે કઇ વાતોનું ખાસ ધ્યાન રાખશો.

બાળકને સુવડાવવા માટે યોગ્ય પથારીની પસંદગી કરો

જ્યારે તમે બાળકને સુવડાવો ત્યારે ખાસ એની પથારી પર ધ્યાન આપો. પથારીમાં કીડી એવું કંઇ છે નહિં એ એક વાર ચેક કરી લો. આ સાથે જ બાળકને સુવડાવો એટલે પથારી સોફ્ટ છે કે નહિં એ પણ જોઇ લો. કારણકે જો પથારી સોફ્ટ નહિં હોય તો રેશિસ, ખંજવાળ જેવી બીજી અનેક સમસ્યાઓથી હેરાન થઇ જશે.

બાળક સુઇ જાય ત્યારે બહુ કવર ના કરો

સામાન્ય રીતે પેરેન્ટ્સ નાના બાળકો સુઇ જાય એટલે ચારેબાજુથી કવર કરી લેતા હોય છે. જો તમે પણ કંઇક આવું કરી રહ્યા છો તો આ આદતને આજે જ છોડી દેજો. બાળકોનો ચારેબાજુથી કવર કરવાથી એને શ્વાસ લેવામાં તકલીફ પડે છે.

બાળકોને એકલા ના ઊંઘાડો

આજના આ સમયમાં અનેક પેરેન્ટ્સ પોતાના કામને કારણે બાળકોને એકલા ઊંઘાડી દેતા હોય છે, પણ શરૂઆતના છ મહિના સુધી બાળકને ક્યાર પણ એકલા સુવડાવવું ના જોઇએ. હેલ્થ એક્સપર્ટ અનુસાર 6 મહિના સુધી બાળકને એ રીતે સુવડાવો જ્યાં તમારું પ્રોપર ધ્યાન રહે.

રૂમમાં સ્મોકિંગ ના કરો

નાના બાળકોની ઇમ્યુનિટી એકદમ ઓછી હોય છે જેના કારણે એ જલદી બીમારીઓની ઝપેટમાં આવી જાય છે. આ માટે ખાસ ધ્યાન એ રાખો કે બાળકોની આગળ ક્યારે સ્મોકિંગ ના કરો. બાળકની આગળ સ્મોકિંગ કરવાથી એ જલદી બીમાર પડી જાય છે.

Follow Me:

Related Posts