fbpx
અમરેલી

નાના રાજકોટમાં વૃધ્ધ દંપત્તીને માર મારી લુટ ચલાવતા બે આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ગુનાની વિગતઃ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના નાના રાજકોટ ગામે લખમણભાઇ વિરજીભાઇ વાડદોરીયા , ઉં.વ .૭૨ પોતાના પત્ની નબુબેન , ઉં.વ .૬૮ સાથે એકલા રહેતા હતાં અને ખેતી કરતાં હતાં . ગઇ તા .૧૩ / ૦૯ / ૨૦૨૨ ના રાત્રિ દરમિયાન કોઇ પણ સમયે અજાણ્યા ત્રણ આરોપીઓએ લખમણભાઇના ઘરમાં ચોરી / લુંટ કરવાના ઇરાદે પ્રવેશ કરેલ , આ દરમિયાનમાં લખમણભાઇ તથા તેમના પત્ની નબુબેન જાગી જતાં , આરોપીઓએ લખમણભાઇ તથા તેમના પત્નીને લાકડાના ધોકાઓ વડે માથામાં અને શરીરે આડેધડ માર મારી , લખમણભાઇનું સ્થળ પર મોત નિપજાવી , નબુબેનને મરણતોલ ઇજાઓ કરી , તેમના ઘરમાંથી આશરે રોકડા રૂ .૧૦,૦૦૦ / – તથા ડ્રીમ યુગા મોટર સાયકલ રજી.નં. GJ – 14 – AH – 6990 , કિં.રૂા .૩૫,૦૦૦ / – મળી કુલ રૂા .૪૫,૦૦૦ / – ની લુંટ કરી નાસી ગયેલ . જે અંગે લખમણભાઇના દીકરા નરેશભાઇ લખમણભાઇ વાડદોરીયા , રહે.નાના રાજકોટ , હાલ સુરત વાળાએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતાં લીલીયા પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૩૫૨૨૦૪૬૭૨૦૨૨ , આઇ.પી.સી.કલમ ૩૦૨ , ૩૦૭ , ૪૪૯ , ૩૯૨ , ૩૯૪ , ૩૯૭ , ૩૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજી . થયેલ .

આ બનાવમાં ઇજા પામનાર નબુબેન લખમણભાઇ વાડદોરીયાનાઓને પણ ગંભીર ઇજાઓ થયેલ હોય તેમને તાત્કાલીક વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ . ખુન સાથે લુંટ જેવો ગંભીર બનાવ બનતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ગુનાવાળી જગ્યાએ પહોંચી ગયેલ અને તેમના માર્ગદર્શન હેઠળ આ ગુનાની તપાસ લીલીયા પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ નાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ . તપાસ દરમ્યાન આરોપીઓએ ભોગ બનનારના ઘરેથી સોનાની બંગડીઓ , સોનાની માળા , સોનાનો ચેઇન તથા રોકડા રૂ .૯૦,૦૦૦ / – મળી કુલ કિં.રૂ .૧,૯૦,૦૦૦ / – ની લુંટ ચલાવેલ હોવાનું જાણવા મળેલ .

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા ખુન , લુંટ જેવા ગંભીર અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ આ ખુન અને લુંટના ગુનાને અંજામ આપી , નાસી જનાર અજાણ્યા આરોપીઓને શોધી કાઢી , તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી નાઓના સુપરવિઝન હેઠળ અમરેલી એલ.સી.બી. , એસ.ઓ.જી. , લીલીયા તથા ધારી પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવી , આરોપીઓને પકડી પાડવા માર્ગદર્શન આપેલ હતું .

અમરેલી એલ.સી.બી. , એસ.ઓ.જી. , લીલીયા તથા ધારી પો.સ્ટે.ની પોલીસ ટીમો દ્વારા અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ . શકદારોને ચેક કરવામાં આવેલ . ગુના વાળી જગ્યાની આજુબાજુમાં રહેતા રહીશો તથા ભોગ બનનાર દંપતીના સગા સબંધીઓની પુછપરછ કરી , આ ગુનો બનવા પાછળના કારણ અંગે તપાસ કરવામાં આવેલ . અંગત બાતમીદારો અને ટેકનીકલ સોર્સ દ્વારા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવેલ . આરોપીઓ ગુનાને અંજામ આપી , નાસી જતી વખતે આરોપીઓ જે રસ્તાઓનો ઉપયોગ કરી શકે તેવા સંભવિત તમામ રસ્તાઓ પરના સી.સી.ટી.વી. ફુટેજનો જીણવટ ભરી રીતે અભ્યાસ કરવામાં આવેલ . આ ગુનાના શકમંદ ઇસમોની તપાસ કરતાં એક ઇસમને ગામ- રૈયાવણ , તા.ધાનપુર , જિ.દાહોદ તથા બીજા ઇસમને ગામ- બલદાણા , તા.વઢવાણ , જિ.સુરેન્દ્રનગરથી રાઉન્ડ અપ કરી , તેમની સઘન પુછપરછ કરતાં તેઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી અને તેમની પાસેથી લૂંટમાં ગયેલ રોકડ રકમ પૈકીની રોકડ રકમ પણ મળી આવેલ હતી .

પકડાયેલ આરોપીઓની વિગત ( ૧ ) ટીપુ કનીયાભાઇ ઉર્ફે કનુભાઇ બામણીયા , ઉં.વ .૨૨ , ધંધો ખેત મજુરી , રહે.ગામ – રહે.ગામ – રૈયાવણ , પટેલ ફળીયું , સરકારી દવાખાનાની બાજુમાં , તા.ધાનપુર , જિ.દાહોદ.ાલ રહે.ઓટાળા , તા.ટંકારા , જિ.મોરબી . ( ર ) પ્રકાશ ઉર્ફે સુરીયો ગુરજી રાવત , ઉં.વ .૨૫ , ધંધો , ખેત મજુરી , રહે.ગામ – મુળ જેતપુર , કાસલા ફળીયું , હેન્ડપમ્પની બાજુમાં , તા.લીમખેડા , જિ.દાહોદ , હાલ રહે.બાંડીબાર , ગડા ફળીયું , તા.લીમખેડા , જિ.દાહોદ , હાલ રહે.બલદાણા , તા.વઢવાણ , જિ.સુરેન્દ્રનગર , પકડવાના બાકી આરોપીની વિગતઃ ( ૧ ) પુનીયા સવલા ગણાવા , રહે.કાંટુ , તા.ધાનપુર , જિ.દાહોદ → આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલની વિગતઃ રોકડા રૂપીયા ૨૩,૦૦૦ /

→ પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમિયાન ખુલવા પામેલ હકીકતઃ પકડાયેલ આરોપી પ્રકાશ ઉર્ફે સુરીયો ગુરજી રાવત તથા ફરાર થઇ ગયેલ આરોપી પુનીયા સવલા ગણાવા એમ બંને જણા અગાઉ ચારેક વર્ષ પહેલા નાના રાજકોટ ગામે ખેત મજુરી કામ કરતા હતા ત્યારે માલ – સામાન લેવા વાડીએથી ગામમાં આવી , ભોગ બનનાર લખમણભાઇ વાડદોરીયાનું ઘર જોઇ ગયેલ તથા તેમના ઘરની આજુબાજુની પરિસ્થિતીનો તાગ મેળવી લીધેલ હતો . આમ , મરણ જનાર લખમણભાઇ વાડદોરીયા પોતાના પત્ની નબુબેન સાથે એકલા રહે છે અને આર્થિક રીતે સમૃધ્ધ છે , તેવી તેઓને પ્રથમથી જ ખબર હતી . આ ગુનાને અંજામ આપવા પુનીયા સવલા ગણાવાએ ફોન કરી ટીપુ કનીયાભાઇ ઉર્ફે કનુભાઇ બામણીયાને રૈયાવણ , તા.ધાનપુર , જિ.દાહોદથી ચોટીલા બોલાવેલ અને પ્રકાશ ઉર્ફે સુરીયો ગુરજી રાવતને બલદાણા ગામેથી લઇને ચોટીલા ગયેલ , જ્યાં ત્રણેય જણા ભેગા થયેલ અને લખમણભાઇ વાડદોરીયાના ઘરે રાત્રે લુંટ કરવાનો પ્લાન બનાવેલ .

ચોટીલાથી આ ત્રણેય આરોપીઓ રાજકોટ ગયેલ અને ત્યાંથી ઢસા થઇને દામનગર ગયેલ , ત્યાં નાસ્તો કરેલ અને બે ટોર્ચ ખરીદેલ . ત્યાંથી ઇકો ગાડીમાં શાખપુર ગામે આવેલ અને ત્યાંથી ચાલીને નાના રાજકોટ પહોંચેલ , ગુનાને અંજામ આપતા પહેલા આરોપીઓએ લખમણભાઇના ઘરની આજુ બાજુ આવેલ ઘરોના દરવાજાઓ બહારથી બંધ કરી દીધેલ , જેથી તેમનો અવાજ સાંભળીને કોઇ મદદ માટે બહાર આવી ન શકે . આરોપીઓ લાકડાની મદદથી મકાનની ફરતે આવેલ વંડી ટપીને લખમણભાઇના ઘરમાં પ્રવેશેલ અને ઘરમાં ઉતરીને લાઇટ બંધ કરી દીધેલ . આરોપીઓનો અવાજ સાંભળી જતાં , લખમણભાઇ જાગી જતાં આરોપીઓએ લખમણભાઇને લાકડાના ધોકાઓ વડે આડેધડ માર મારેલ અને નબુબેન જાગી જતાં , તેમને પણ ધોકાઓ વડે માર મારી , જીવલેણ ઇજાઓ કરેલ અને તે બંનેને ઢસડીને અંદરના રૂમમાં લઇ જઇને પછી રૂમમાં પુરી દઇ , ઘરમાં રોકડ રકમ અને ઘરેણાની શોધખોળ કરી , હાથ લાગેલ રોકડ રકમ વિ.ની લુંટ કરી , ફળીયામાં પડેલ લખમણભાઇનું ડ્રીમ યુગા મોટર સાયકલ રજી.નં. GJ – 14 – AH – 6990 , કિં.રૂા .૩૫,૦૦૦ / – લઇને નાસી ગયેલ હતાં .

આ ગુનો કરીને મોટર સાયકલ તથા રોકડ રકમ અને અન્ય મુદ્દામાલ લઇને ફરાર થઇ ગયેલ આરોપી પુનીયા સવલા ગણાવા , રહે.કાંટુ , તા.ધાનપુર , જિ.દાહોદ વાળાને પકડી પાડવા તજવીજ શરૂ છે અને આ ગુનાના આરોપીઓએ અગાઉ આ પ્રકારના કોઇ ગુનાઓ કરેલ છે કે કેમ , તે અંગે પણ તપાસ શરૂ છે . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા ધારી પો.સ.ઇ.શ્રી પી.બી.લક્કડ તથા એલ.સી.બી.ની ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts