fbpx
અમરેલી

નાની નાની બાળાઓએ, રમઝાન પવિત્ર માસમાં ત્રીસે ત્રીસ રોજા રાખવા કર્યો સંકલ્પ

સાવરકુંડલામાં સનરાઈઝ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી બાળાઓ,ચૌહાણ સોહબ્યા તોફિકભાઈ અને મીઠાણી અક્સા ઇમરાનભાઈ. આ બન્ને બહેનોએ ફકત આઠ વરસ ની ઉંમરે આખો રમઝાન એટલે કે 30 રોજા રાખવા માટે મક્કમ નિર્ધાર કર્યો છે. આટલી નાની ઉંમરે આટલી મોટી તપસ્યા..!! અરે તંદુરસ્ત અને હટ્ટાકટ્ટા યુવાનો પણ આંખો રમઝાન રોઝા રાખી શકતા નથી.

આજે સતત નવમુ રોજુ બન્ને બહેનોએ રાખેલ છે, વળી બન્ને બહેનો એકપણ દિવસ શાળામાં ગેરહાજર રહ્યા વગર અલ્લાહ ને રાજી રાખવા નાં પ્રયાસો કરે છે. નહિતર ઘણાં યુવાનો તો રોજુ રહે ઍટલે સ્કૂલ કોલેજ જવાનું બંધ. ઘર બહાર
નીકળવાનું બંધ. ત્યારે આ નાનકડી બાળ રોજદાર પ્રત્યે આપણું મન , નત મસ્તક થઈ જાય છે.આ બન્ને બહેનોની આવી ઇબાદતથી ખૂશ થઈ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રતાપભાઇ ખુમાણ દ્વારા બન્ને દીકરીઓનો પ્રોત્સાહિત કરવામાં આવી.

Follow Me:

Related Posts