નાની પાણીયાળી પ્રાથમિક શાળામાં દાતાશ્રી રતિલાલ દીપચંદ દોશી તથા દોશી પરિવાર દ્વારા વિજય ભાઈ ના સ્મરણાર્થે શાળાના બાળકો માટે “કાન્તા રતી જલધારા” નામનું પરબ બંધાવી આપેલ છે જેના લોકાર્પણ પ્રસંગે પ્રેરક દાતા પરમાનંદ ભાઈ શાહ તથા હેમંતભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. મુંબઈના એચ.એમ દોશી ટ્રસ્ટના હંસાબેન દોશી, પરિતા બેન વિજયભાઈ દોશી, સિદ્ધિ બેન રમેશભાઈ દોશી તથા કૃપાબેન નિખિલભાઇ દોશી પરિવાર દ્વારા બાળકોને વિનામૂલ્યે તૈયાર કપડા તથા ધોરણ-1 ના બાળકો ને શાળા બેગ ભેટ આપી હતી. શાળા પરિવારે દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
નાની પાણીયાળી ખાતે પીવાના પાણીના પરબ નું લોકાર્પણ


















Recent Comments