નાની બોરું ગામે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું થયેલું આયોજન
નાની બોરૂ ગામે મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આસ્થા અને ઉત્સાહભેર આયોજન થયું છે.
ગુરુવાર તા.૨૩થી શુક્રવાર તા.૩૧ દરમિયાન શ્રી ગિરિબાપુ ખારાવાળા શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથામૃત પાન કરાવશે. પોથીયાત્રા નારણેશ્વર મહાદેવથી પ્રારંભ થશે.
નાની બોરૂ ગામે સંતો મહંતો અને મહાનુભાવોના સાનિધ્ય સાથેના આ આયોજનમાં દાતા અગ્રણીઓ શ્રી કાનાભાઈ પરમાર, શ્રી હબીબભાઈ હાલાણી, શ્રી ગનુભાઈ પરમાર, શ્રી ઘેલાભાઈ ચાવડા તથા શ્રી વશરામભાઈ પટેલ સાથે ભાવિક ગ્રામજનો જહેમતમાં રહ્યા છે.
Recent Comments