અમરેલી

નાની વડાળમાં આમ આદમી પાર્ટીની વડવાઈ તૂટી

આજ રોજ સાવરકુંડલા સાંસદ કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીના આગેવાન શ્રી કિશોરભાઈ ઉમિયાશંકરભાઈ તૈરયા નાની વડાળ વાળા પોતાની ટીમ સાથે સાવરકુંડલા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી નિલેશભાઈ કચ્છી ની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો આ તકે અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા, અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી દિપકભાઈ માલાણી, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઈ વેકરીયા, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી ચેતનભાઈ માલાણી, ભાજપ મહામંત્રી શ્રી નીતિનભાઈ નગદીયા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રાહુલભાઈ રાદડિયા,શ્રી શરદભાઈ ગોધાણી, તાલુકા પંચાયત પ્રમુખ પતિશ્રી લલીતભાઈ બાલધા સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિવિધ સેલ મોરચાના પદાધિકારીઓ  સહિત કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી શ્રી કિશોરભાઈ ઉમાશંકરભાઈ તૈરયાએ રાષ્ટ્રહિતને સમર્પિત થવાનો સંકલ્પ કર્યો હતો. વધુમાં કીશોરભાઈએ જણાવ્યું હતું કે મને માં ભારતીની સેવા કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કાંઈ મને કામ સોંપવામાં આવશે તેને હું પૂરી નિષ્ઠા સાથે પરિપૂર્ણ કરીશ.

Follow Me:

Related Posts