નાની વાવડી આંબો વાવો તો કેરી આવે નારોલા પરિવારે આસપાસ ના ગ્રામ્ય માં બાગાયતી રોપા વિતરણ કર્યા
દામનગર ના શાખપુર ગામે નાની વાવડી ના દાતા ધીરુભાઈ નારોલા તરફ થી લાઠી લીલીયા અને ગારીયાધાર તાલુકા ના નાની વાવડી આસપાસ ના ગ્રામ્ય માં હર ઘર એક એક લીંબુડી ને એક એક આંબા ના છોડ દઈને ઘરે ઘરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું પર્યાવરણ આવનાર સમયની અંદર ખૂબ સુંદર બને અને આજુબાજુના ગામડા રળિયામણા બને તેવા હેતુથી ખૂબ સુંદર અભિગમ નારોલા પરિવાર દ્વારા અપનાવવામાં આવ્યો છે તેમાં આ પ્રસંગે શાખપુર ગ્રામ પંચાયત ના સરપંચ જશુભાઈ ખુમાણ અને શાખપુરના દાતા બલર કનુભાઈ ને ત્યાં આ રોપાવો ઉતારીને ત્યાંથી સુંદર રીતે ઘરે ઘરે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નજીરભાઈ મલેક અને ગ્રામ પંચાયતના સમગ્ર ટીમ દ્વારા પૂરતો સહયોગ આપી અને આ દાતાની કામગીરી ને શાખપુર ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા ખૂબ આવકારવામાં આવી હતી જેથી દાતાશ્રીનો ગામજનો દ્વારા ખુબ ખુબ આભાર ની લાગણી વ્યક્ત કરે છે
Recent Comments