અમરેલી લોકસભા સિટની રાજુલા વિધાનસભા સીટનાં 9 ગામડાઓમાં પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું ધીમે ધીમે મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે સભાઓનો દોર વધુ વેગવંતો બનાવામાં આવી રહ્યોછે ત્યારે 14 – અમરેલી લોકસભા સીટનાં ઉમેદવાર ભરત સુતરીયાએ રાજુલા અને જાફરાબાદ વિધાનસભા સીટનાં મોટા આગરીયા, વાવડી, કોટડી, કાતર, મોટા બારમણ, ચૌત્રા, નાગેશ્રી, હેમાળ, ટીંબી, સહિતના ગામડાઓમાં પ્રવાસો કરવામાં આવ્યા હતા અને ગામડાઓના લોકો અને આગેવાનોએ પણ ભરત સુતરીયા પર વિશ્વાસ મૂકીને કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ નાના માણસો માટે અનેક યોજનાઓ લોન્ચ કરીને છે જે યોજનાઓ છેવાડા નાં માનવી સુધી પહોંચી છે
અને અને ગામના લોકો પણ કહ્યું હતું કે ભરતભાઇ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હેના નારા લગાવ્યા હતા અને ભરતભાઈ સુતરીયાએ પણ સભા સંબોધતા જણાવ્યું હતું કે તમે જે મારા પર વિશ્વાસ મૂક્યો છે તે એળે નહિ જવા દવ જયારે પણ જરૂર પડશે તે સમયે તમારી સાથે હું ઊભો રહીશ તેવી લોકોને ખાતરી આપી હતી અને રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ લોકોને વિશ્વાસ આપ્યો હતો કે તમારે જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું અને ભરતભાઈ સુતરીયા તમારી સાથે ઉભા રહેશું હીરાભાઈ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે ભરતભાઈ સુતરીયાએ નાના ઘરમાંથી આવે છે અને ખેડૂતોનો દીકરો છે સરળ મૃદુ સ્વભાવ ધરાવે છે અને હાલના જિલ્લા પંચાયત પ્રમુખ છે આપણે સૌવે સાથે મળીને રહીને ભાજપનું કમળ રૂપી ભરત સુતરીયા ને ચૂંટીને દિલ્હી મોકલવા માટેની ઝુંબેશ હાથ ધરી છે
Recent Comments