નામદાર ફેમીલી કોર્ટ પોરબંદર દ્રારા જારી કરવામાં આવેલ સજા વોરંટના આરોપીને પકડી પાડી અમરેલી જીલ્લા જેલમાં સોંપી આપતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબ અમરેલી નાઓએ નામદાર કોર્ટ તરફથી બજવણી અર્થે મોકલવામાં આવતા સજા ના વોરંટ તથા પકડ વોરંટ નાં આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂં અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી એ.એસ.આઇ શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. હરેશભાઇ વાણીયા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે નામ. પ્રિન્સીપાલ જજ સાહેબ ફેમીલી કોર્ટ પોરબંદર નાઓનાં સી.આર.પી.સી કલમ-૧૨૫(૩) મુજબના કામે ભરણપોષણ બાર માસની રકમ ન ભરવા માટે કસુરવાર ઠરાવી સજા વોરંટ ઇસ્યૂ કરેલ હોય, જે અન્વયે સજા વોરંટ ના આરોપીને અમરેલી થી પકડી પાડી સજા ભોગવવા માટે જિલ્લાત જેલ અમરેલી ખાતે મોકલી આપવામાં તજવીજ કરવા માં આવેલ.
પકડાયેલ આરોપી:-
➡️ અલ્પેશભાઇ પોપટભાઇ કનજારીયા ઉ.વ.-૩૦ ધંધો.-મજુરી રહે.બગસરા જીનપરા કુકાવાવ નાકાની બાજુમાં તા.બગસરા જી.અમરેલી વાળાને તા.૧૭/૧૧/૨૦૨૧ ના રોજ મળી આવતાં અમરેલી જીલ્લા જેલ ખાતે સજા ભોગવવા સોંપી આપેલ.
✳️ પકડાયેલ આરોપીઓને નામ. કોર્ટ દ્રારા થયેલ સજાની વિગતઃ-
મ્હે. પ્રિન્સીપાલ જજ સાહેબ ફેમીલી કોર્ટ, પોરબંદર નાઓનાં ક્રિમી.મીસ.એપ્લીકેસન કેસ નંબર- ૪૦૬/૨૦૨૧ નાં કામે આરોપીને સી.આર.પી.સી કલમ-૧૨૫(૩) ના કામે ભરણપોષણની બાર માસની રકમ રૂ.૧૮,૦૦૦/- ન ભરવા બદલ કસુરવાર ઠરાવી એક માસની કસુર બદલ ૩૦ દિવસ મુજબ કુલ-૧૨ માસની કસુર બદલ કુલ-૩૬૦ દિવસની સાદી કેદની સજા નો હુકમ કરવામાં આવેલ.
આમ, નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી દ્વારા નામ.દાર ફેમીલી કોર્ટ પોરબંદર દ્રારા જારી કરવામાં આવેલ સજા વોરંટ ની બજવણી કરી, આરોપીને અમરેલી થી પકડી પાડી તા.૧૭/૧૧/૨૦૨૧ નાં રોજ સજા ભોગવવા સારૂં જિલ્લા જેલ અમરેલી ખાતે સોંપી આપવામાં આવેલ
Recent Comments