નાયબ નિયામક સમાજ સુરક્ષા વિભાગ ગાંધીનગર ”દીદીની ડેલી” ની મુલાકાતે
ગુજરાત રાજયના સમાજ સુરક્ષા વિભાગના નાયબ નિયામકશ્રી પી. જે. ત્રિવેદીએ મધર કલબ સંચાલિત ”દીદીની ડેલી” ની શુભેચ્છા મુલાકાત લીધેલ અને સરકારશ્રીની કલ્યાણકારી વિવિધ યોજનાઓની એકજ સ્થળેથી માર્ગદર્શન અને કામગીરી કરી આપવામાં આવે છે. તે કામગીરી બદલ અભિનંદન પાઠવેલ, તેઓશ્રીએ મધર કલબના અને મહિલા અગ્રણી ભાવનાબેન ગોંડલીયાની આ કામગીરીને બિરદાવેલ છે. શ્રી દિલશાદ શેખે ”દીદીની ડેલી” દ્વારા મંજુર કરાવવામાં આવેલ વિધવા સહાય, વૃધ્ધ સહાય, કેન્સર સહાય અને અન્ય યોજનાના લાભો અપવોલ તેની વિગતો રજુ કરી હતી. નાયબ નિયામકશ્રી, સમાજ સુરક્ષા સાથે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વી. એ. સૈયદ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી જોષી સાથે રહેલ હતા. અધિકારીશ્રીઓનું ”દીદીની ડેલી” દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. કલાધાર સહકારી મંડળીના પ્રમુખ ધર્મેશભાઈ ગોંડલીયાએ સ્વાગત કરેલ હતું.
Recent Comments