fbpx
અમરેલી

નાયબ મુખ્યમ મંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા રજુ કરવામાં આવેલ બજેટ 2021-22ને આવકારતા અમરેલીનાં સાંસદ

આજ રોજ વિધાનસભા ગૃહમાં માન. નાયબ મુખ્યમંત્રી-વ-નાણા મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા રજુ કરવામાં આવેલ બજેટ ૨૦૨૧ -૨૨ ને અમરેલીનાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ આવકારેલ છે અને ગુજરાતનાં વિકાસને વધુ વેગ આપતુ બજેટ રજુ કરવા બદલ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો આભાર વ્યક્ત કરેલ છે અને પાછલા બજેટ કરતા ૧૦ હાજર કરોડ થી વધુ એટલે કે રૂ. 2.27 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ રજુ કરવા બદલ અભિનંદન પાઠવેલ છે.

અમરેલીનાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ બજેટ 2021-22 નાં મુખ્ય અંશો અંગે ધ્યાન દોરતા જણાવેલ છે કે, સરકારશ્રી દ્વારા આ બજેટમાં મુખ્ય નીચે મુજબની જોગવાઈઓ કરવામાં આવેલ છે.

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ માટે કુલ રૂ. 8796 કરોડની જોગવાઈ
શિક્ષણ માટે 32 હજાર કરોડની જોગવાઈઆરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.11 હજાર 323 કરોડની જોગવાઈ
આદિજાતિ વિકાસ માટે રૂ.1349 કરોડની જોગવાઈ
મહિલા અને બાળક વિકાસ માટે રૂ. 3511 કરોડનું જોગવાઈ
ગૃહ વિભાગ માટે રૂ.7960 કરોડની જોગવાઈ
ઉદ્યોગ અને ખાણ વિભાગમાં રૂ.6599 કરોડની જોગવાઈ
ઊર્જા અને પેટ્રોકેમિકલ માટે રૂ.13,034 કરોડની જોગવાઈ
માર્ગ અને મકાન વિભાગ માટે રૂ. 11185 કરોડની જોગવાઈ
ધોરણ 9-10માં અભ્યાસ કરતા 6 લાખ 63 હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા રૂ.549 કરોડની જોગવાઈ
10 લાખ 95 હજાર નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા માટે રૂ. 1032 કરોડની જોગવાઈ
રાજ્ય સરકાર ઓનલાઈન સેવા, ડેટા રિકવરી સેન્ટર સ્થાપવા 65 કરોડ ફાળવશે
રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડીગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે રૂ. 20 કરોડની જોગવાઈ
તમામ ગ્રામપંચાયતોના વોટરવર્ક્સ માટે વિનામૂલ્યે વીજળી, રૂ.734 કરોડની જોગવાઈ
ઇ-રિક્ષાદીઠ 40 હજારની સબસિડી આપવામાં આવશે
સૌરાષ્ટ્રમાં રૂ.675 કરોડના ખર્ચે પીવાના પાણી માટે 143 કિમીની બલ્કલાઈન પાઈપલાઈન નખાશે
અમદાવાદની સિવિલ હોસ્પિટલનું અપગ્રેડેશન કરાશે, રૂ.87 કરોડની જોગવાઈ
ગુજરાતની ઐતિહાસિક સ્કૂલોને હેરિટેજ સ્કૂલ તરીકે જાહેર કરાશે
આગામી 5 વર્ષમાં સરકારી કચેરી બોર્ડ કોર્પોરેશનમાં 2 લાખ યુવાનોની ભરતી થશે
નારગોલ અને ભાવનગર બંદર રૂ.4800 કરોડના ખર્ચે વિકસાવાશે
રાજ્યમાં સોલર રૂફટોપ માટે રૂ.800 કરોડની જોગવાઈ, 3 લાખ ઘરોને સહાય અપાશે
રાજ્યમાં બે મેગા ટેક્સટાઈલ પાર્કનું આયોજન
રાજકોટમાં મેડિકલ ડિવાઈસ ઈન્ડસ્ટ્રિયલ પાર્ક સ્થપાશે
કેવડિયાની આસપાસના 50 કિ.મીમાં કમલમ્ ફ્રૂટના બે લાખના વાવેતર માટે 15 કરોડની જોગવાઈ
સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે રૂ. 652 કરોડની જોગવાઈ
અમદાવાદ-ગાંધીનગર-સુરત મેટ્રો માટે રૂ.568 કરોડની જોગવાઈ
ટેક્સટાઈલ પોલિસી હેઠળ ઉદ્યોગોને રૂ.1500 કરોડની સહાયની જોગવાઈ
ગિફ્ટ સિટીમાં મૂડીરોકાણ માટે 100 કરોડની જોગવાઈ
વેલ શાર્ક ટૂરિઝમ સાથે સ્થાનિક રોજગારની નવી યોજના
અમદાવાદ-સોમનાથ, અંબાજી, દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલિપોર્ટ વિકસાવાશે
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે રૂ. 1500 કરોડની ફાળવણી
ખરાબાની જમીન ખેડૂતોને ભાડાપેટે અપાશે

કોરોના મહામારીમાં રાજ્ય સરકારની આવકમાં 40 ટકાનો ઘટાડો થયેલ હોવા છતાં રૂ. 587 કરોડની પુરાંતવાળું ઐતિહાસિક બજેટ રજુ કરવા બદલ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનો પુનઃ આભાર વ્યક્ત કરેલ છે.

Follow Me:

Related Posts