fbpx
અમરેલી

નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમરેલીના નાની કુંકાવાવ ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ

નાની કુંકાવાવ વી.ટી ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાજિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રેખાબેન મોવલિયા સાંસદશ્રી નારણભાઈ કાછડિયાધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીજિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી ડિસીલ્ટીંગ કાર્યનો શુભારંભ

ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાનનો ફેબ્રુઆરીથી પ્રારંભ કરાવતા ખેતીને વ્યાપક લાભ મળશે :

નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા

અમરેલી જિલ્લામાં નવા ચેકડેમ બાંધવા માટે અને ચેકડેમ રીપેરીંગ સહિતના વિકાસકાર્યો માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ચોમાસા દરમિયાન ભૂગર્ભ જળનો સંચય થાય અને ભૂગર્ભ જળના સ્તર ઉંચા આવે તેવા હેતુથી સુજલામ સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત તળાવો ઉંડા કરવાના તેમજ તળાવોના ઓવારાની સાફ સફાઈચેકડેમ ડીસીલ્ટીંગનદી-નાળાની સાફસફાઈ સહિતના કામો કરવામાં આવે છે. અમરેલી જિલ્લાના નાની કુંકાવાવ ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩નો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાની કુંકાવાવ વી.ટી ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રેખાબેન મોવલિયા સાંસદશ્રી નારણભાઈ કાછડિયાધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીજિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી બતાવી ડિસીલ્ટીંગ કાર્યનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં પંચાયત સિંચાઈ વિભાગના ૧૦૮ કામજળસિંચન વિભાગના ૬૨ કામજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ૪૭૨ કામવોટરશેડ વિભાગના ૨૯ કામપાણી પુરવઠા વિભાગના ૪૦ કામનગરપાલીકાના ૧૧૨ કામ મળીને કુલ ૮૨૩ કામો હાથ ધરવાનું આયોજન છે.

               કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યુ હતુ કેઆ વર્ષે જળ સિંચન અભિયાન નિયત સમય કરતાં બે મહિના વહેલું શરુ કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના ધારાસભ્ય સર્વશ્રીઓએ મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારને કરવામાં આવેલી રજૂઆતના પગલે ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારે સુજલામ સુફલામ જળ અભિયાનનો ફેબ્રુઆરીથી પ્રારંભ કરાવતા ખેડૂતોને ખેતી માટે વ્યાપક લાભ મળશે.  જે ખેડૂત મિત્રોને ડીસીલ્ટીંગ દ્વારા નીકળતી માટી પ્રાપ્ત કરવી હોય તે નિયત દસ્તાવેજો સાથે અરજી કરશે તો તેમને આ માટી મળી શકશે અને આ માટી દ્વારા ખેતીને ખૂબ લાભ થશે.  આ સમગ્ર અભિયાન વહેલું શરુ કરાવવા બદલ નાયબ મુખ્ય દંકશ્રીએ મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારનો આભાર પણ આ તકે વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યુ કેરાજ્ય સરકાર આગામી દિવસોમાં અમરેલી જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં નવા ચેકડેમો બાંધવા માટે અને તેના રિપેરીંગ માટે કટિબદ્ધ છેરાજ્ય સરકારના સકારાત્મક અભિગમને લીધે અમરેલી જિલ્લાને પણ તેનો લાભ મળવાનો છે. આ ઉપરાંત જિલ્લામાં જ્યાંથી સૌની યોજનાની નવી લાઈન પસાર થવાની હશે તેની આસપાસના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં આવતા તળાવને પણ સૌની યોજનાનો લાભ મળશે. ખેડૂતોને ટ્રેક્ટર-ટ્રોલી સહિત અમરેલી જિલ્લાની ઓળખ સમા સનેડાની ખરીદીમાં સબસીડી મળે તે પ્રકારે સકારાત્મક રજૂઆતો નાયબ મુખ્ય દંડકશ્રી દ્વારા કરવામાં આવી છે. આ યોજનાઓ અમલી થવાથી અમરેલી જિલ્લાના ખેડૂતોને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભ મળશે. સાંસદશ્રી નારણભાઈ કાછડિયાએ સુજલામ સુફલામ યોજના અંતર્ગત વર્ષ-૨૦૨૨ દરમિયાન સમગ્ર જિલ્લામાં પૂર્ણ કરવામાં આવેલા ૩૦૯ કામો દ્વારા જિલ્લામાં રુ. ૫૭.૧૩ કરોડ લીટર જળ સંગ્રહ શક્તિમાં વધારો થયો હોવાનું જણાવ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કેસમગ્ર દેશમાં જળસિંચન માટેની અનન્ય એવી સુજલામ સુફલામ યોજના અમલ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે. ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીએ જણાવ્યુ હતુ કેસુજલામ સુફલામ જળ અભિયાન વર્ષ-૨૦૧૮થી અમલમાં છેરાજ્ય સરકારના આ અભિયાનના કારણે નાના-નાના ગામડાંઓના જળ સ્રોત અને પાણીના તળ ઉંચા આવ્યા છે. જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રેખાબેન મોવલિયાએ પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યુ હતું. કાર્યક્રમના પ્રારંભે રાજ્ય સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ,  જ્યારે કાર્યક્રમના અંતે પંચાયત વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીએ આભાર વિધી કરી હતી.

             આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રેખાબેન મોવલિયાજિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી વિપૂલભાઈ દુધાતજિલ્લા કલેક્ટરશ્રીજિલ્લા વિકાસ અધિકારીશ્રીજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી,  ગામના સરપંચશ્રીજિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓસમગ્ર જિલ્લાના આગેવાનો અને ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts