fbpx
અમરેલી

નાયબ મુખ્ય દંડ વેકરિયા અને ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના હસ્તે અમરેલી નગરપાલિકાના રુ.૭.૫૧ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત 

અમરેલી તા.૧૦ રાજ્ય સરકારના વિકાસ કાર્યોની શ્રૃંખલાના ભાગરુપે ભાજ્પ સાષિત અમરેલી નગરમાં વણ  થંભી વિકાસ યાત્રામસ આજે    નાયબ મુખ્યદંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા અને ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીના હસ્તે અમરેલી નગરપાલિકાના રુ.૭.૫૧ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમરેલી શહેરના વિવિધ વિસ્તારમાં આર.સી.સી. રોડ સહિતના વિકાસકાર્યોનોશુભારંભ મહાનુભાવોએ,શહેરના હનુમાનપરા વિસ્તારની રણુજાધામ સોસાયટી ખાતેથી કરાવ્યો હતો. આ યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં સિમેન્ટ કોન્ક્રીટ રોડ વીથ ટ્રીમીક્સ,વિઅરીંગ કોટ રોડ, અને સાઈડ પેવીંગ બ્લોક નાખવામાં આવશે. 

       આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યુ કે, લાંબા સમયથી આ વિસ્તારોમાં આ કામની જરુરિયાત  હતી, રહીશોની માંગણી હતી તેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા આ વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા છે. અમરેલી નગરપાલિકાના માધ્યમથી વિવિધ વિકાસકાર્યો કરવામાં આવી રહ્યા છે. આગામી બે વર્ષમાં નગરપાલિકા વિસ્તારને ડસ્ટ ફ્રી બનાવવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિકાસકાર્યોની વિગતો આપતા તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારે અમરેલીના વિકાસ માટે અનેક કામો મંજૂર કર્યા છે. રાજ મહેલના રિ-ડેવલપમેન્ટ માટે રુ. ૨૭ કરોડ મંજૂર થયા છે. આ સાથે કેરીયા રોડ તળાવના વિકાસકાર્યો માટે પણ રુ.૪ કરોડની જોગવાઈ કરવામાં આવશે. આગામી સમયમાં અમરેલી શહેરમાં કામનાથ ડેમથી ઠેબી રિવર ફ્રન્ટ, સાયન્સ સેન્ટર સહિતના પ્રકલ્પો નિર્માણ પામશે. 

      આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રી બિપીનભાઈ લીંબાણી,     ઉપ પ્રમુખ પ્રતિનિધિ વિશાલ કાલેણા,     કારોબારી  ચેરમેન મનીષ ધરજીયા, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા, વાઇસ ચેરમેન શ્રી મુકેશભાઈ સંઘાણી,જિલ્લા ભાજપ મહા મંત્રી મેહુલ ધોરાજીયા,શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા,મહામંત્રી રાજેશ માંગરોળિયા,     તાલુકા પંચાયત ના ધીરુભાઈ વાળા,      નગરપાલિકા ના સદસ્યશ્રીઓ સુરેશભાઈ શેખવા,ચિરાગ ચાવડા,     દિલાભાઈ વાળા,સંદીપ માંગરોળિયા,ગિરીશ ત્રાપાસિયા,હરી કાબરીયા,વિશાલ ઠાકર,દિપક બાભ્રોલિયા,નરેશભાઈ મહેતા,અરુણાબેન બાભણીયા,હરેશભાઈ ચાવડા,    સ્થાનિક અગ્રણીઓ ભગીરથ ત્રિવેદી,કાર્યકર્તાઓ અને સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts