fbpx
ગુજરાત

નારાણપુરામાં ઠેર-ઠેર બેનરો લગાવી વિરોધ કરવામાં આવ્યો

અમદાવાદનો નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના ૧.૫ કિલોમીટરના રોડ કપાતને લઈ સ્થાનિક લોકો બેનર લગાવી વિરોધ કરી રહ્યા છે. ૮૦ ફૂટના રોડને હવે ૧૦૦ ફૂટનો રોડ બનાવવા મુદ્દે સ્થાનિક લોકોએ વિરોધ કરી આખા રોડ પર બેનરો લગાવ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ પર કોઈ ટ્રાફિક જામ થતો નથી, રોડને પોહળો કરવાની જરૂર નથી છતાં વર્તમાન કોર્પોરેટરો અને ભૂતપૂર્વ કોર્પોરેટર તેમજ માજી મેયર ગૌતમ શાહને કપાતમાં વિશેષ રસ છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેટરોને રોડ પર જે સોસાયટીઓ રી-ડેવલોપમેન્ટમાં જાય છે તેમાં બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરી તેમાં હ્લજીૈંમાં વધારો અપાવવા માટે રોડ કપાત કરાવવા માંગે છે.

અમારો રોડ હાલમાં ૮૦ ફૂટનો છે તેને ૧૦૦ ફૂટનો કરવા માટે થઈને રોડ કપાતમાં લાવવામાં આવ્યો છે. આ રોડ ઉપર કોઈ ટ્રાફિક જામ નથી થતો અને નારણપુરા ગામ રોડ સુધી આગળ આશ્રમ રોડની કોઈપણ કનેક્ટિવિટી નથી છતાં પણ આ રોડ ને વધુ પહોળો કરવા માટેની કવાયત કરવામાં આવી છે. આ બાબતે સ્થાનિક કોર્પોરેટરો અને વારંવાર રજૂઆત કરી છે પરંતુ તેઓને અમારા હીતની નહીં પરંતુ બિલ્ડરોની પડી છે. કારણ કે રોડ પર આવેલી ત્રણ ચાર સોસાયટીઓ જે રીડેવલપમેન્ટમાં જાય છે તેમાં બિલ્ડરો સાથે મળી તેઓને ૪ની એફએસઆઈ મળે તેના માટે રોડને કપાતમાં લાવી રહ્યાં છે. આ બાબતનો વિરોધ કરવા અમે ઠેર ઠેર અનેક બોર્ડ લગાવ્યા છે. ભૂતપૂર્વ મેયર ગૌતમ શાહને આમાં કોઈ વિશેષ રસ છે. અહીંયાના લોકોને રોડ પોહળો કરવામાં રસ નથી અને અમારી માગ નથી છતાં કોર્પોરેટરો અને ગૌતમ શાહને કેમ રસ છે? બિલ્ડરો સાથે સાંઠગાંઠ કરી અને એફએસઆઈ વધારવા આ રોડ કપાતમાં લાવી રહ્યા છે.

જાે રોડ કપાત નહિ હટે તો અમે ધરણા કરીશું. આ રોડ પર ૮૦થી ૯૦ દુકાનો અને ૫૦થી ૬૦ બંગલા કપાતમાં જાય છે. બંને તરફ રોડ પોહળો કરવાની જરૂર નથી છતાં રોડ પોહળો કરવા માટે સ્થાનિક કોર્પોરેટરો બિલ્ડરો સાથે મળી એફએસઆઈ વધુ મળે તેના માટે આ કવાયત કરી છે. આ રોડ પર આવેલા ૨૦૦થી વધુ વૃક્ષોને પણ કાપવામાં આવશે. આ સામે અમારો વિરોધ છે. અમે બેનરો લગાવી અને વિરોધ કરી રહ્યા છીએ. આ રોડ પર ટ્રાફિક જામ થતો નથી અને રોડના પહોળો કરવાની જરૂર નથી થતા રોડ કપાતમાં લાવવામાં આવ્યો છે. તાજેતરમાં જ વડાપ્રધાન મેં કીધું હતું કે, દરેક પંચાયતમાં ૭૫ ઝાડ વાવો પરંતુ અહીંયા તો એવું છે કે, વડાપ્રધાન કહે ઝાડ ઉગાડો અને કોર્પોરેટરો કહે છે ઝાડ ઉખાડો. અમદાવાદ શહેરમાં ક્યાંક રોડ આટલા પોહળા થયા નથી પરંતુ કેમ માત્ર નારણપુરાના કોર્પોરેટરોને રોડ પહોળો કરવામાં રસ છે.

Follow Me:

Related Posts