fbpx
રાષ્ટ્રીય

નારાયણ રાણેને મહાડ દીવાની કોર્ટે જામીન આપ્યા

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાને લગતું વિવાદાસ્પદ નિવેદન આપવા કેસમાં ધરપકડ કરાયેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને કોર્ટે જામીન આપ્યા છે. પોલીસે મંગળવારે બપોરે રાણેની ધરપકડ કરી હતી. પોલીસે ધરપકડ કર્યા બાદ તેમને રાયગઢ જિલ્લાના મહાડ દીવાની કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે કોર્ટ સમક્ષ ૭ દિવસ માટે રાણેના રિમાન્ડ માગ્યા હતા. જાેકે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. સુનાવણી સમયે નારાણય રાણેનાં પત્ની નીલમ રાણે પણ કોર્ટ પહોંચ્યાં હતાં. એ સમયે તેમના ચહેરા પર તણાવ જાેવા મળતો હતો. આ અગાઉ રાણેની ધરપકડ બાદ કેટલાક કલાક સંગમેશ્વર પોલીસ સ્ટેશન અને ત્યાર બાદ મહાડ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. મહાડમાં પણ તેમની સામે કેસ નોંધાયો છે. સૂક્ષ્મ, લઘુ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગ સાહસ બાબતોના મંત્રી રાણેની ધરપકડ થતાં એના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ સાથે કોઈ કેબિનેટ મંત્રીની ધરપકડ થઈ હોય એવી આ છેલ્લાં ૨૦ વર્ષમાં પ્રથમ ઘટના છે. તેઓ ભોજન લઈ રહ્યા હતા એ વખતે તેમની ધરપકડ થઈ હતી.બીજી તરફ, શિવસૈનિકોએ મંગળવારે મહારાષ્ટ્રનાં ૧૭ શહેરમાં તેમની વિરુદ્ધ દેખાવો કર્યા હતા. નાશિકમાં મ્ત્નઁ કાર્યાલય પર પથ્થરમારો કરવામાં આવ્યો તો મુંબઈમાં રાણેના ઘરની બહાર દેખાવો કરી રહેલા શિવસૈનિકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. દરમિયાન રાણેની વિરુદ્ધ ૩ હ્લૈંઇ કરવામાં આવી હોવા છતાં શિવસેનાના ગઢ એટલે કે કોંકણમાં તેમની જન આશીર્વાદ યાત્રા ચાલુ રહી હતી. નારાયણ રાણેના નિવેદન પર મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી જયંત પાટીલે મંગળવારે કહ્યું હતું કે અમે જાણવા ઈચ્છીએ છીએ કે નારાયણ રાણેએ જે નિવેદન આપ્યું છે એનું સમર્થન મ્ત્નઁ અને ફડણવીસ કરે છે કે કેમ. એની પર પૂર્વ ઝ્રસ્ ફડણવીસે કહ્યું હતું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લઈને નારાયણ રાણેએ જે પણ ટિપ્પણી કરી છે કે એનું અમે સમર્થન કરતા નથી. કોઈની વિરુદ્ધ બોલવાની પણ એક રીત હોય છે અને મને લાગે છે કે આ મર્યાદામાં રહીને જ વાત કહેવી જાેઈએ. જાેકે અમારે એ સમજવું પડશે કે તેમણે આ નિવેદન કયા મુદ્દે આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી તેમના આ નિવેદનને સમર્થન કરતી નથી. જાેકે અમે તે વ્યક્તિનું સમર્થન કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી નારાયણ રાણેની સાથે પૂરી તાકાતથી ઊભી રહેશે.ફડણવીસે આગળ કહ્યું હતું કે મને અચરજ એ વાતનું છે કે શર્જિલ ઉસ્માની નામની એક વ્યક્તિ મહારાષ્ટ્રમાં આવીને અહીંના લોકોને ગાળો આપે છે, હિન્દુઓને ગાળો આપે છે. શરૂઆતમાં પોલીસ તેની વિરુદ્ધ હ્લૈંઇ પણ નોંધતી નથી. તેની સામે કોઈ કાર્યવાહી કરતી નથી, જાેકે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના નિવેદન પછી ત્રણ જગ્યાએ હ્લૈંઇ નોંધાય છે અને ટીમ તેમની ધરપકડ કરવા નીકળે છે. એ પછી પોલીસ કમિશનર આદેશ આપે છે કે તેમની ધરપકડ કરવામાં આવે અને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવે.નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતાં કહ્યું હતું કે દેશને આઝાદી મળ્યાને આટલાં વર્ષો થઈ ગયાં. અરે, હીરક મહોત્સવ શું? હું હોત તો કાનની નીચે મારત. તેમણે વધુમાં કહ્યું હતું કે સ્વાતંત્ર્ય દિવસ વિશે તમને ખ્યાલ ન હોવો જાેઈએ? કેટલો ગુસ્સો અપાવે એવી વાત છે આ. સરકાર કોણ ચલાવી રહ્યું છે એ સમજાતું જ નથી. રાણે જ્યારે આ પ્રકારની ભાષા વાપરી રહ્યા હતા ત્યારે તેમની સાથે વિધાનસભાના વિપક્ષના નેતા પ્રવીણ દરેકર પણ ત્યાં હાજર હતા.પોલીસ દ્વારા ઈસ્યુ કરાયેલા વોરન્ટ પર નારાયણ રાણેએ કહ્યું હતું કે આ વિશે મને કોઈપણ ઓફિશિયલ માહિતી નથી. પોલીસ તરફથી કોઈપણ નોટિસ મળી નથી. મેં કોઈ ગુનો કર્યો નથી. આ સિવાય મને કોઈ હ્લૈંઇની પણ માહિતી નથી.

હું એક કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાનો સાંસદ છું, આ કારણે કાયદો શું છે એની મને સારી સમજણ છે. કોરોનાની વાત કરતાં નારાયણ રાણેએ આગળ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં એક લાખથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. એના નિયંત્રણ માટે કોઈ યોજના નથી, ઉપાય નથી, વેક્સિન નહિ, ડોક્ટર નહિ, સ્વાસ્થ્ય કર્મચારી નહિ. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગની સ્થિતિ ભયાનક છે. તેમને બોલવાનો અધિકાર પણ શું? તેમણે બંગલામાં એક સેક્રેટરી રાખવો જાેઈએ અને સલાહ લઈને બોલવું જાેઈએ. રાણેના નિવેદનને લઈને નાશિકના શિવસેનાના સુધાકર બડગુજરે નાશિકના મહાડ પોલીસ સ્ટેશનમાં હ્લૈંઇ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં સુધાકરે કહ્યું હતું કે ઉદ્ધાવ ઠાકરે મુખ્યમંત્રી અને એક બંધારણીય પદ પર છે, આ કારણે તેમના વિશે આપવામાં આવેલું નિવેદન સમગ્ર રાજ્ય માટે અપમાન છે. સુધાકરની ફરિયાદ પર નારાયણ રાણેની વિરુદ્ધ ૫૦૦, ૫૦૨, ૫૦૫ અને ૧૫૩(એ) અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.ફરિયાદમાં આગળ કહેવામાં આવ્યું છે કે રાણેના નિવેદનથી સમાજમાં નફરત અને તિરાડ પેદા થઈ શકે છે તેમજ કાયદો વ્યવસ્થાની સમસ્યા પેદા થઈ શકે છે. એ પછી નાશિક પોલીસે રાણેની વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈસ્યુ કર્યું છે.એ પછી પુણેના ચતુઃશ્રૃગી પોલીસ સ્ટેશનમાં યુવા સેનાના સચિવ રોહિત કદમે ૈંઁઝ્રની કલમ ૧૫૩, ૧૫૩ મ્(૧)(ઝ્ર), ૫૦૫(૨) અંતર્ગત કેસ નોંધાવ્યો છે. આ રીતે કેસ રાયગઢમાં પણ નોંધવામાં આવ્યો છે.નારાયણ રાણેના આ નિવેદન પછી રાતોરાત મુંબઈના દાદર વિસ્તારમાં શિવસૈનિકોએ રાણેની વિરુદ્ધ પોસ્ટર લગાવ્યાં. પોસ્ટરમાં નારાયણ રાણેની તસવીરની સાથે કોબંડીચોર એટલે કે મુરઘીચોર લખ્યું હતું. મોડી રાતે રાણેના નિવાસસ્થાન પર શિવસેનાના કાર્યકર્તાઓએ એકત્રિત થઈને દેખાવો પણ કર્યા હતા.નારાયણ રાણેની ઝડપી ધરપકડ કરવાના મુદ્દે તેમના પુત્ર નીતીશ રાણેએ સોશિયલ મીડિયામાં લખ્યું છે કે એવા સમાચાર છે કે યુવા સેનાના સભ્યોને અમારા જુહુ નિવાસસ્થાનની બહાર એકત્રિત થવાનું કહેવામાં આવ્યું છે. મુંબઈ પોલીસ ક્યાં તો તેમને ત્યાં જતા રોકે અથવા તો કંઈપણ ત્યાં થાય તો એની અમારી જવાબદારી નહિ. શેરની માંદ(ગુફા)માં જવાની હિંમત ન કરો.

Follow Me:

Related Posts