fbpx
અમરેલી

નારી અબળા નહિ, સબળા છે… સમસ્ત કાઠી દરબાર સમાજનું ગૌરવ

શિક્ષણ ક્ષેત્રે, એમાંય પાછું દીકરીઓનાં ઉચ્ચ અભ્યાસ બાબતે હજુય તમામ કાઠી ક્ષત્રિય પરિવારો સહમત નથી. હા.. અમુક અમુક ખૂણે-ખાંચરે થી ખરતા તારાની જેમ એકાદ દિલમાં ટાઢક મળે એવા સમાચાર ક્યારેક ક્યારેક મળ્યા કરે. એક દીકરીએ રૂઢિચુસ્તતા ને ચેલેન્જ કરીને પોતાનો અભ્યાસ પૂર્ણ કરી, એમ.બી.બી.એસ.સાથે ડોકટરની પદવી મેળવી ને હવે ડોક્ટર કાવ્યાબા ખાચર તરીકે ઓળખાશે. તેમના પિતા હરેશભાઈ ખાચર જે મૂળ સુંદરિયાણા નાં વતની પણ પોતાની વિદ્યાર્થીઓ પ્રત્યે ની ધગશ, એમને સારાયે કાઠીયાવાડ નાં બનાવી દીધા છે. સાવરકુંડલામાં ઘણાં સમય થી ટેલેન્ટડ વિદ્યાર્થીઓનાં ગૃપને જાહેર પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપી રહ્યા છે.અને એ પણ કોઈ આર્થિક અપેક્ષા વગર.

જેઓ ગાંધીનગર ખાતે ઉચ્ચ. માધ્યમિક માં શિક્ષક તરિકે ફરજ બજાવે છે. કાવ્યાબાએ એસએસ.સી.માં 99,47 PR અને ધો 12 મા 92 PR સાથે સફળ થઈને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દિધો હતો.મોટા ભાગે કાઠી દરબાર ની દીકરીઓની ધો 10 અથવા બહુ બહુ તો ધો 12 સુધી જ શિક્ષણ યાત્રા ચાલે. જુજ  એવા દરબારો છે કે બેન-દીકરીની પોતાની ઈચ્છા સુધી ભણાવે. ત્યારે આ ખાચર પરિવારને ધન્યવાદ કે પોતાની દીકરી ને ખુલ્લું પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને GMERS મેડિકલ કોલેજમાં ડિસ્ટીંગશન સાથે MBBS ગાંધીનગર પૂર્ણ કર્યું અને આપણા સમાજને ડોકટરની ભેટ આપી.જો દીકરીઓ અભ્યાસ માં બ્રિલિયન્ટ હોય, સ્કોલર હોય તો એમના માટે જે કંઈ વ્યવસ્થા કરવાની થાય તે ગોઠવી અવશ્ય આગળ વધારવા જોઈએ.

Follow Me:

Related Posts