ભાવનગર

નારી જીઆઈડીસીને ગ્રાન્ટ ન મળતા પ્લોટના ભાવમાં વધારો

જીઆઇડીસી દ્વારા નારી જીઆઇડીસીની પ્લોટ ફાળવણીની જાહેરાત તો છેલ્લાં બે-ત્રણ વર્ષથી થતી હતી અને કોઇ ર્નિણય થતો ન હતો. ત્યારે આખરે તા.૧૭ને શુક્રવારે ઓનલાઇન પ્લોટ ફાવળણી માટેની જાહેરાત થયાની સાથે જ પ્લોટના ભાવમાં ૧૫ ટકાના વધારાની સમાચાર પણ આવ્યાં છે. જે ભાવનગરના ઉદ્યોગ ક્ષેત્રે વિકાસકૂચને સ્પિડ બ્રેકર સમાન બની રહેશે. આ માટે કારણ આપવામાં આવ્યું છે કે કેન્દ્ર દ્વારા જે મળવાપાત્ર રૂ.૪૬ કરોડની ગ્રાન્ટ હતી તે ન મળતા આ ભાવવધારો કરાવાની ફરજ પડી છે. પણ જ્યારે રાજ્ય અને કેન્દ્ર બન્નેમાં એક ભાજપની જ બહુમતની સરકાર હોય ઉપરાંત કેન્દ્રીય મંત્રી અને કેબિનેટ મંત્રી પણ ભાવનગરના જ હોવા છતાં જાે ગ્રાન્ટ મળે તો તેમાં તો ચોક્કસ ભાવનગરની સ્થાનિક નેતાગીરી જ નબળી પૂરવાર સાબિત થાય છે. અગાઉ રૂપાણી સરકારે નિયત કરેલા ભાવમાં હાલની ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે કર્યો છે. નારી જીઆઇડીસીમાં પ્લોટ માટે અરજી કરી હોય તેવા અરજદારોને જણાવાયું છે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે તથા જીઆઇડીસીના ચેરમેન તથા વીસી તેમજ એમડીના અધ્યક્ષસ્થાને ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન હોલ, પ્લોટ નંબર-૨૮૯, દાસ પેંડાવાળાની બાજુમાં, ચિત્રા જીઆઇડીસી ખાતે ઓનલાઇન પ્લોટ ફાળવણીના ડ્રોનું વર્ચ્યુઅલ આયોજન કરાયું છે.આ નારી જીઆઇડીસીમાં ઓનલાઇન પ્લોટ ફાળવણી માટે અરજી કરનારાને પોતાના મોબાઇલ નંબર તથા ઇ-મેઇલથી તેમજ રંંॅઃ //ુુુ.કટ્ઠષ્ઠીર્હ્ર્વા.ર્ષ્ઠદ્બ/ખ્તૈઙ્ઘર્ષ્ઠહઙ્મૈહીઙ્ઘટ્ઠિુ/ અથવા રંંॅઃ//ઐેંેહ્વી/૯-૦ત્નસ્ઝ્રિઇ૨ટષ્ઠ પરથી ડ્રો થઇ ગયા બાદ માહિતી મળી શકશે તેમ ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રમુખ દિલીપભાઇ કામાણીએ જણાવ્યું છે.આવતી કાલ તા.૧૭ ડિસેમ્બરને શુક્રવારે નારી જીઆઇડીસીમાં પ્લોટ માટે ઓનલાઇન ફાળવણી થવાની છે અને મુખ્યમંત્રીના હસ્તે પ્લોટ ફાળવણીના ડ્રોનું વર્ચ્યુઅલ આયોજન ચિત્રા ઇન્ડસ્ટ્રીઝ એસો.હોલમાં કરાયું છે ત્યારે આ ફાળવણીની પૂર્વ સંધ્યાએ જ આ ઔદ્યોગિક વિસ્તારમાં કેન્દ્ર સરકાર દ્વારા મળનારી રૂ.૪૬ કરોડની ગ્રાન્ટ ન મળતા છેલ્લી ઘડીને પ્લોટના ભાવમાં ૧૫ ટકાનો વધારો ઝિંકાયો છે. એક તરફ સરકાર ઉદ્યોગો માટે પ્રોત્સાહનની મોટી વાતો કરે છે ત્યારે રાજ્ય અને કેન્દ્રમાં ભાજપનું બહુમત સરકારનું શાસન હોવા છતાં ભાવનગરમાં આ નારી જીઆઇડીસીના પ્લોટના ભાવમાં છેક અંતિમ ઘડીને ૧૫ ટકાનો ભાવ વધારો થતા ઉદ્યોગકારોને આ મુશ્કેલ સ્થિતિમાં પડ્યા ઉપર પાટા સમાન આ ર્નિણય બની રહ્યો છે.

Follow Me:

Related Posts